________________
ઇચ્છા મોહનીયકર્મ, પ્રવૃત્તિ તે સિવાય બીજા સર્વ કર્મ.
પરમાત્મા ગમે તેવા પ્રસંગોમાં બોલે જ નહીં લાખો રૂપિયાની ધીકતી પેઢી છે. એ ૨૫ પૈસાનું દેવું ન કરે. આત્મશક્તિ પ્રબળ અનંત છે. માટે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવને હટાવવા પ્રયત્ન ન કરે. આપણામાં શક્તિ નથી, માટે સ્વાધ્યાય, ધ્યાન વગેરે કરીએ અને ન જ રહેવાય તો દવા વિગેરે પણ કરીએ.
વાતવાતમાં દવા-બામનો ઉપયોગ ન જ કરાય. છેવટના ઉપાયમાં ઉપયોગ કરવો અને તે પછી તેનું પ્રાયશ્ચિત્ત લેવું. આજે માંદગી પછી પ્રાયશ્ચિત્ત લેનાર કેટલા ? સંયમ જાળવવાની દરકાર હોય તો માંદગી ઓછી આવે. શરીરની સાચવણી માટે સંયમ ગૌણ ન કરાય. સાજા થયા પછી પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. માંદગીના કારણે પણ આધાકર્માદિ લાગેલા દોષોનું પ્રાયશ્ચિત્ત કરવા દ્વારા શુદ્ધિ ન થાય ત્યાં સુધી એ સાધુ માંડલીમાં ગોચરી, સ્વાધ્યાય, વંદન ન કરી શકે. આમાં કાંઈ અશક્ય નથી કે પ્રથમ સંઘયણની જરુર પણ નથી. છતાં આજ્ઞા-સામાચારીની ઉપેક્ષા જ ખૂબ થાય છે.
સંયમ જાળવવા જેણે જીવનને હોડમાં મૂક્યું છે, એ નમસ્કરણીય છે. સંયમ જીવનમાં આરાધના કરવાની છે.
આરાધના એટલે ? આ આજ્ઞાપૂર્વક, મર્યાદાપૂર્વક જે ક્રિયા સેવના થાય તે આરાધના. વિ વિપરીતપણે = મર્યાદાના ભંગપૂર્વક જે ક્રિયા-સેવના થાય તે વિરાધના. મર્યાદાને ઓળંગીને કાર્ય કરવાની ચાર ભૂમિકા છે : (૧) અતિક્રમ-મર્યાદા વિરુદ્ધ વિચાર કરવો. (૨) વ્યતિક્રમ-મર્યાદા ઓળંગવા તૈયારી કરવી. (૩) અતિચાર-મર્યાદા વિરુદ્ધ પ્રવૃત્તિ પ્રારંભવી.
(૪) અનાચાર-મર્યાદા વિરુદ્ધ પ્રવૃત્તિ કરી નાંખવી તે. આ ચારે ય ભૂમિકાને દષ્ટાંત રૂપે સમજીએ.
(૧) અતિક્રમ-ગૃહસ્થ આધાકર્મી દોષિત ગોચરીની વિનંતી કરે અને સાધુ
હા” કરે તે. | વાચના-૯
- - - -
વાચના-૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org