________________
ગ્રંથ છે.
"इर्यापथिक्या अनंतरं गमनागमन आलोचयति"
માત્રુ જઈ આવી નિસાહિ કહી વસતીમાં પ્રવેશ કરી ઇરિયાવહિયા કરવાની સામાચારી જણાવે છે. પથિક્ય મનંતર મUTTYTU નાનોવત'' કાયિકી ક્રિયા પતાવી વસતીમાં આવી ગનંતર' = તરત જ ઇર્યાવહી કરવાની છે. ઇરિયાવહી કરવામાં વિલંબ ન કરાય. પછી કરશું...આટલું કામ કરી ભેગી ઇર્યાવહી કરીશું તેમ વિચાર ન કરાય. દોષનું શીધ્ર પ્રાયશ્ચિત્ત ઇરિયાવહી છે. કદાચ ચંડિલ માત્રુ પરઠવીને તરત જ દેરાસર-ગોચરી-વિહાર વગેરે જવું હોય ત્યાં ભેગી ઇરિયાવહી થઈ જશે એમ ઇકોનોમી' ન કરાય. ઇરિયાવહી આવી કે તુરંત જ કરી લેવી જોઇએ. અન્યથા રસ્તામાં કાળધર્મ પામે તો આલોચનાની શુદ્ધિ કરવાની રહી જાય...માટે પ્રથમ ઇરિયાવહી કરવાની...અહીં પણ અનંતર’ શબ્દ લઘુશંકા નિવારણ બાદ તરત જ ઇરિયાવહી કરવાનું સૂચવે છે. બહાર જતાં-આવતાં કે માત્ર પરઠવતાં દોષો લાગ્યા હોય, તેની શુદ્ધિ કરવાની છે.
પ્રશ્ન : ગમનાગમન ન કર્યું હોય, તો પણ ઇરિયાવહિયા શા માટે ?
ઉત્તર : ગમનાગમન એટલે જવું-આવવું. તેમાં થયેલી વિરાધનાની આલોચના કરવાની છે. જવું-આવવું એ તો સામાન્ય અર્થ છે. પરંતુ વિશિષ્ટ અવબોધ માટે નિક્ષેપાથી વ્યાખ્યાન થાય. દરેકના ઓછામાં ઓછા ચાર નિક્ષેપો થાય. નામ-સ્થાપના દ્રવ્ય-ભાવ એ ચારમાંથી છેલ્લા બે નિક્ષેપાનો અર્થ વિચારવો. દ્રવ્ય ગમનાગમન કાયાથી થાય. તેમ ભાવથી ગમનાગમન એટલે... મન કે અધ્યવસાયથી આજ્ઞા-સામાચારીની બહાર કેટલા ગયા તે જણાવે છે. ભાવ ગમનાગમન આજ્ઞાના બંધારણ માટે છે. મોહનીય કર્મથી થતી મનની જે ચંચળતા તે જ ભાવ ગમનાગમન છે.
ગમનાગમનની ત્રિભંગી થાય છે. આજ્ઞા પ્રમાણે મોહના ઉદયને આધીન ન થવું તે આગમ અને મોહના ઉદયને આધીન થવું તે ગમન. ગમન-આગમ બંને હોય તે ગમનાગમન.
અહીં ઇરિયાવહિયામાં ગમનાગમન ભાંગો લેવો. તેનું પ્રતિક્રમણ ઇરિયાવહિયા દ્વારા છે.
વાચના-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org