________________
શું ?
કાયાને વોસિરાવવાની વાત સયોગી બની જવાના આદર્શરૂપે છે. પણ પ્રેક્ટિકલ
શરીર એ નિર્જરાનું મહત્વનું સાધન છે.
દર્શનમોહનીયના ઉદયથી શરીરને જ આત્મરૂપ માનીએ છીએ. આ માન્યતાને દૂ૨ ક૨વાની છે. શરીરથી સાધન તરીકે અંતરાત્મ ભાવમાં રહે. સાધ્ય તરીકે પરમાત્મભાવમાં રહે.
કાઉસ્સગ્ગમાં ન છૂટકે જ કરવાની પ્રવૃત્તિ માટે આગાર છે. કરવાની દૃષ્ટિએ કોઈ વસ્તુ-પ્રવૃત્તિ કાઉસગ્ગમાં ક૨વાની નથી, થઈ જાય એ વાત જુદી; કેમકે શરીરના આવેગોને ટાળવા–અટકાવવા માટે પ્રયત્ન કરે તો ઉલટી અસમાધિ થાય. એ અસમાધિથી બચવા તથા કાઉસગ્ગને અખંડ રાખવા માટે રસસિપ્ન = ઉર્ધ્વશ્વાસ વિગેરે આગારો (અપવાદિક છૂટ) અન્નત્થ સૂત્રમાં આપેલી છે.
કાઉસગ્ગમાં કાયભાવને વોસિરાવે, મોહનીયના સંસ્કારો ઘટાડે “શરીર એ હું છું’' “શરીરની આપત્તિ એ મને છે’’ એ ભાવ ઘટાડવા માટે કાઉસગ્ગ છે.
કાઉસગ્ગમાં ગણધર ભગવંતના બનાવેલ સૂત્રની વિચારણા કરવાની છે. એથી મોહનીયનો ક્ષય, ક્ષયોપશમ થાય.
આજ્ઞા અર્થાત્ મોહનીયના ક્ષયોપશમ તળે યોગો ચાલે, તો કર્મની નિર્જરા થાય. મોહનીયના ઉદય તળે યોગો ચાલે, તો કર્મનો બંધ થાય.
ઇલેક્ટ્રિસિટીમાં પ્લગ ફરતાં એક ઠંડક આપે, એક ગરમી આપે. તેમ મનવચન-કાયા એક જ પણ આજ્ઞા ફરતાં બંધ થાય. આજ્ઞાથી નિર્જરા થાય. આજ્ઞા મુજબ પ્રવર્તે તે શુભયોગ; આજ્ઞારહિત પ્રવર્તે તે અશુભ યોગ. ભલે ક્રિયા આચરણા શુભ હોય પરંતુ તેમાં આજ્ઞાનુ બળ કેટલું છે ? તે મહત્વનું છે.
આપણો ક્રિયાયોગ આજ્ઞા પ્રમાણે કેટલો છે ? તે ખાસ વિચારવું.
પડિલેહણ મન મરજીથી થાય તો બંધ થાય. છતી શક્તિએ આ કરે તો બંધ થાય. અશક્ય પરિહારે માંદગીમાં અપવાદે કરે પુણ્યબંધ થાય. પણ હા, તે સમયે પણ લક્ષ્ય તો નિર્જરાનું જોઈએ જ.
સાધુએ ધાતુનાં વાસણ વાપરવાનાં નથી. તેને અડાય પણ નહિ. તેમાંથી નિકળતાં કિરણો = પરમાણુઓ આપણા અધ્યવસાયને ડહોળી નાંખે. આજે માત્ર
વાચના-૧૨
E
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org