________________
તેની પાછળ મોહનીયનો તીવ્ર ઉદય છે. જ્ઞાનાવરણીય કર્મ અંતે બારી છે, મોહનીયના આષાઢી વાદળાં છે, તે ન ખસે તો પ્રકાશ ન આવે તેથી જ્ઞાનાવરણીય તોડવા કરતાં અનંતગુણા પ્રગાઢ મોહનીય ને છેદવા કાઉસગ્ન કરવાનો છે.
સ્વાધ્યાયથી નિર્જરા થાય, પુનરાવર્તનથી પુણ્યબંધ થાય. શાસનની દરેક ક્રિયા મોહનીયને છેદવા માટે જ છે. માત્ર ઘરની બારી ખોલવા જેવી જ્ઞાનની આરાધનાથી કેટલો પ્રકાશ (ઘરમાં) આવે ? મોહનીયને છેદવા માટે જ “અન્નત્ય સૂત્ર'માં પાય.. .HUા’ સાથે બોલાય છે. આત્માને વોસિરાવે; તે ક્યો આત્મા ? અહીં કાઉસગ્નમાં કાયભાવને વોસિરાવવાનો છે. “ઠાણેણં, મોણેણં, ઝાણ'-સ્થાન, મૌન અને ધ્યાન જે કાયભાવના છે તેને વોસિરાવવાના છે.
મોહનીયને આવકાર ન આપીએ તો એની મેળે રવાના થઈ જાય. આથી કાયરૂપી આત્મા અર્થાત્ બહિરભાવને = મોહનીય દશાને વોસિરાવે. આમ મોહનીયને તોડવા માટે કાઉસગ્ન કરવાનો છે. મોહનીય તે જ વાસ્તવમાં કચરો છે.
કુસ્વખ, દુઃસ્વપ્નથી જે કચરો લાગ્યો છે. તેને દૂર કરી પ્રતિક્રમણ કરે.
વેપારી દુકાન ખોલતાં પ્રથમ કચરો સાફ કરે, પછી જ હિસાબ કરે. તેમ રાત્રે સ્વપ્નાદિનો લાગેલ કચરો સાફ કરી પ્રતિક્રમણ કરવું. આ કચરાની સફાઈ માટે કાઉસગ્ગ છે.
કાયાનો ઉત્સર્ગ કાયાને વોસિરાવી દેવી. આ એક અનશન જ છે. અનશનના બે પ્રકાર ૧) સપરિકર્મ અને ૨) અપરિકમ સપરિકર્મ જેમાં સેવા કરવાની અપરિકર્મ જેમાં સેવા નહીં કરવાની.
સંયમમાં ઉપયોગી અંગોપાંગની સુશ્રુષા કરવા પૂર્વક અણસનો સ્વીકારે, તે સપ્રતિકર્મ અનશન, અને જે અનપણમાં કોઇ આગાર-વિકલ્પ-છૂટ નથી તે નિષ્પતિકર્મ અનશન કહેવાય.
કાઉસગ્નમાં કાયાને વીસરાવવાની છે. કાયાનો ત્યાગ કરવાનો છે...
આ કાયાના ઉત્સર્ગમાં ઠાણેણં....આદિ ત્રણ પદ જરૂરી હતા, છતાં સરો’ વગેરે વધુ પદો શા માટે ?
(વાચના-૧૨
-૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org