________________
QUUM=12
માનોિય...|| 9 ||
ચરમ તીર્થપતિ શ્રી મહાવીર પ્રભુના શાસનમાં સંયમની મર્યાદા સહેલાઈથી સમજી શકાય તે માટે “યતિદિનચર્ચા' ગ્રંથની વાચના ચાલી રહી છે. સવારે ઊઠી ઇરિયાવહી સુધીનો અધિકાર વિચારી ગયા...ઇરિયાવહી પછી કુસ્વપ્ન-દુસ્વપ્ન અને રાત્રિ પ્રાયશ્ચિત્ત સંબંધી કાઉસગ્ન કરવાનું વિધાન છે.
સવારે પ્રથમ કાઉસગ્ગ શા માટે ? પ્રતિક્રમણ પ્રથમ કેમ નહીં ?
દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં કાઉસગ્ગ છે, જે પ્રાયશ્ચિત્તનો ચોથો ભેદ છે. મોહને / પાપને છેદે તે પ્રાયશ્ચિત્ત. પાપ એટલે મોહનીય કર્મ, જ્ઞાનાવરણીય તોડવાનો આપણો પ્રયત્ન થાય છે, પણ મોહનીયને તોડવાનો પ્રયત્ન કેટલો ?
- જ્ઞાનાવરણીય કર્મનો ઉદય છે પણ એની પાછળ મોહનીય કર્મનો દોરીસંચાર છે. વાદળાં ન ખસે તો બારી ખોલવા છતાં પ્રકાશ કેટલો આવે ? તેમ માત્ર, કાઉસગ્ગ, ખમાસમણ, જાપ કરવો, એતો બારી ખોલવાનો પ્રયત્ન કરવા જેવું છે. મોહનીયનો ક્ષયોપશમ થાય એ વાદળ ખસે તો શુધ્ધ જ્ઞાનનો પ્રકાશ આવે. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમ માટે પાંચમે ઉપવાસ કરે, અને ચૌદશે એકાસણું કરે. આમાં આજ્ઞા ક્યાં રહી ? ચૌદશનો ઉપવાસ કરવો તે ભગવાનની આજ્ઞા છે. એના પાલનથી મોહનીય તૂટે. પાંચમનો ઉપવાસ કરવાથી જ્ઞાનાવરણીય કર્મ તૂટે, જ્ઞાનાવરણીય કર્મને તોડ્યા પહેલાં મોહનીયને તોડવાની જરૂર છે. અન્યથા જ્ઞાન અવળે માર્ગે ચડાવશે.
ભણતાં નથી આવડતું આથી જ્ઞાનની ઉપાસના માટે કાઉસગ્ગ ખમાસમણાં કરે છે, પણ; ભણતાં કેમ નથી આવડતું ? કારણ જ્ઞાનાવરણીયનો તીવ્ર ઉદય અને
વાચના-૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org