________________
ભાવનાઓને કેળવનાર તો ભાવ છે. ભાવ બે પ્રકારના છે : (૧) અશુભભાવ અને (૨) શુભભાવ. મોહનીયના ઉદયને આધીન થયું તે અશુભભાવ. મોહનીયના ક્ષયોપશમને આધીન થવું તે શુભભાવ. પણ એ શુભ કે અશુભભાવ પરખાય કેમ ?
આજ્ઞાની કે ગુરુની પરાધીનતા ગમતી હોય, તે મોહનીયનો ક્ષયોપશમ, અર્થાત્ શુભભાવ સમજવો, અને
જ્યાં સ્વચ્છેદભાવ હોય, પૌગલિકભાવની લાલસા હોય, તે મોહનીયનો ઉદય, અર્થાત્ અશુભભાવ સમજવો.
પ્રતિક્રમણમાં મુદ્રાઓ જાળવે, આજ્ઞા મુજબ કરે, તે મોહનીય તો ક્ષયોપશમ પણ શાંતિથી બેઠા-બેઠા (પ્રમાદથી) પ્રતિક્રમણ કરે તે મોહનીયનો ઉદય.
રેડિયોમાં અંદર (વાયરલેસ દ્વારા) બોલાય છે.
ગુરુ મહારાજ એ તો રેડિયાની પેટી છે. એમાં આજ્ઞાનું વાયરલેસ જોડીએ તો એ ગુરુતત્ત્વ સાર્થક બને. ગુરુતત્ત્વ સમજાય તો સમર્પણ થાય.
ચોથા “પંચસૂત્રમાં છે કે-'ખો માં પડિગ્ન સે ગુરું ત્તિ તાT” પરમાત્મા કહે છે કે “જે મને માને છે તે ગુરુને પણ માને છે.”
ગુરુ એટલે ગીતાર્થ ગુરુ. ગુરુ એટલે જેમનામાં પ્રભુની આજ્ઞા વણાયેલી હોય.
પંચવસ્તુમાં ગુરુના ૧૪ અને શિષ્યના ૧૬ ગુણો કહ્યા છે. આજે તો એક-બે શિષ્ય થાય, એટલે ગુરુથી સ્વતંત્ર વિહાર કરે છે. આધાકર્મી આહાર ન જ લેવાય, પણ અમુક કારણે લેવાય. ૪૭ પાના બૃહત્કલ્પમાં છે. આ અપવાદ ગુરુ મહારાજ જાણતા હોય, તેમની આજ્ઞા અનુસાર જ જીવન જીવવાનું છે. પરકલ્યાણ માટે નીકળી પડવાનું નથી.
મહાનિશીથ'ના પમા અધ્યયનમાં છે કે “હે ભગવંત ! સ્વકલ્યાણ અને પરિકલ્યાણમાં વધુ સારું શું ? અને બંને પ્રસંગ એક સાથે આવી જાય તો શું કરવું ?' એમ ગૌતમસ્વામી ભગવંતને પૂછે છે ત્યારે ભગવતે જવાબ આપ્યો છે: “સ્વકલ્યાણમાં
વાંચના-૧૧
અને
ની
I ૦૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org