________________
લાખ રૂપિયા આવે છે.
દ્રવ્યજંજીર અને ભાવજંજીર એમ બે જંજીર છે. કર્મજંજીરની ગુલામી એજ સાચી ભાવગુલામી છે. બાકી એકની-દ્રવ્ય(જંજીર)ની પરતંત્રતા તૂટે, તો બીજાની પરતંત્રતા આવશે. આથી કર્મજંજીર તોડવાનો જ પ્રયત્ન કરવાનો છે.
પ્રશ્ન : ભાવ ન હોય તો દ્રવ્યક્રિયા-ઇરિયાવહિયા વગેરે ન કરવી ? જવાબ : ભાવ ન હોય તો ક્રિયા છોડવાની જરૂર નથી. ભાવ લાવવાનો છે.
તે ભાવ પણ ક્રિયા-સામાચારીના વારંવાર શુદ્ધ પાલનથી આવી શકે છે. આવશ્યક સૂત્રમાં દ્રવ્યના ત્રણ અર્થ છે :
(૧) ભાવનો હેતુ થાય તે દ્રવ્ય અર્થાત્ મોક્ષના કારણભૂત તે (ભાવ હેતુ દ્રવ્ય=માવે ૩ વલ્વે)
(૨) ઉપયોગ રહિત ક્રિયા તે દ્રવ્ય. (૩) અપ્રધાન ક્રિયા તે દ્રવ્ય (અવિની ક્રિયા)
ભવદેવે લજ્જાથી દીક્ષા લીધી, પણ તેને નાગીલાનું સતત રટણ હતું. છતાં વિધિપૂર્વક સામાચારીના દ્રવ્ય પાલનથી કેવું સુંદર પરિણામ આવ્યું ? અંતિમ ભવે ચરમ કેવલી જંબુસ્વામી બન્યા. કેટલાને તારનારા બન્યા ?
જાવજીવનું ચોથું વ્રત લઈ ઘોડે ચડ્યા અને બીજે દિવસે આઠે કન્યા, તે આઠ કન્યાના મા બાપ અને પોતાનાં મા-બાપ તથા પાંચસો ચોર કુલ પર૬ની સાથે દીક્ષા લીધી અને શાસનની જવાબદારી વહન કરી મોક્ષે ગયા.
કોરા શુષ્ક અધ્યાત્મવાદી ક્રિયાને ઉડાવે છે. પણ વિધિવત્ ક્રિયા કરે તો વહેલો મોડો ભાવ આવે જ. આપણે ૬ઠ્ઠી-૭માં ગુણસ્થાનકના માલિક છીએ, બાળક નથી.
આપણી દ્રક્રિયા ભાવ લાવનારી બને, ક્યારે ? કોઇપણ ક્રિયાને ભાવક્રિયા બનાવવા ચાર વસ્તુ જોઈએ : ૧) જ્ઞાનીની નિશ્રા ૨) વિધિ ૩) આજ્ઞા ૪) શાસ્ત્રીય મર્યાદા.
આ ચાર હોય તો જ આપણી ક્રિયાઓ નિર્જરા અને ભાવનું કારણ બની શકે. જ્ઞાની-ગીતાર્થની નિશ્રામાં ક્રિયા થતી હોય તો વિધિ આજ્ઞા-મર્યાદામાં લાગતા દોષોની શુધ્ધિ કરાવે. ઇરિયાવહિયા ઊભા-ઊભા જ કરાય. તેમાં પ્રમાદ આળસ આવે તે ગુરુ
વાયના-૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org