________________
ગમનાગમાનોય...||9|| મૂળ
પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના શાસનમાં થયેલ ભાવદેવસૂરિમ. એ ‘યતિદિન
ચર્ચા' ગ્રંથની સંકલના કરી છે. તે ગ્રંથની વાચના ચાલી રહી છે. આપણી દ્રવ્ય ક્રિયાઓને ભાવક્રિયા બનાવવાનો વિચાર કરીએ છીએ. પ્રાથમિક ભૂમિકાએ ક્રિયાનો આધાર નિમિત્તો ઉપર છે.
ચલા=99
નિમિત્તોને પામીને મોહનીય કર્મ ઉદયમાં આવે છે. ખાનપાન વગેરે દ્રવ્ય નિમિત્તો છે. યોગ્ય ગુરુગમ કે કેળવણીના અભાવે જે ઉદય થાય તે ભાવ નિમિત્તો છે. જ્ઞાન, દર્શન વિનાનું ચારિત્ર નથી. સમ્યગ્દર્શન પાયો છે.
સમ્યજ્ઞાન ચણતર છે.
સભ્યશ્ચારિત્ર શણગાર છે.
માટે જ સમ્યગ્દર્શન અર્થાત્ મોહનીયનો ક્ષયોપશમ કે ક્ષય ખાસ જરૂરી છે. એના વિના ચણતર ન થાય. સમ્યગ્દર્શન પાયો છે. જૈનકુળમાં જન્મ મળી ગયો માટે સમજે કે સમ્યકત્વ છે...અથવા તો સમ્યકત્વનાં ત્રણ લિંગ ધરે છે, માટે સમ્યક્ત્વ'' એનો વ્યવહાર નય છે. વ્યવહાર નયનો અપલાપ ન થાય, પણ; વ્યવહાર નય બીજાને ચકાસવા માટે છે. એ દ્વારા ગુણાનુરાગ કેળવે. પોતાના સમ્યગદર્શનની પરીક્ષા તો નિશ્ચયનયથી કરવાની છે. નિશ્ચયનયથી પોતાના આત્મામાં રાગદ્વેષનો ઘટાડો કેટલો થયો ? વગેરે તપાસવાની જરૂર છે. વૃદ્ધ સાધુ-સાધ્વી ભગવંતના જીવનમાં ‘જીવન સૂત્ર' ખૂબ જ નિશ્ચિત હોય છે. જ્ઞાન કદાચ ભલે ઓછુ હોય, પણ મર્યાદાઓના
વાચના-૧૧
Jain Education International
For Private & Personal Use Only
a
www.jainelibrary.org