________________
ગમનાગમન ભાંગાનો વિચાર કરવો જરૂરી છે. ભાવ તરફ લક્ષ રાખવાની જરૂર છે. આરાધનામાં ભાવની કિંમત છે. વ્યવહારમાં પણ ભાવ વધુ છે, માટે સોનાની (દ્રવ્યની) કિંમત છે. પૂર્વે ભાવ (સોનાનો) ઓછો હતો, માટે કિંમત ઓછી હતી. હીરો પથ્થર છે છતાં લાખ રૂપિયા મળે શાથી ? ભાવ વધુ છે માટે દ્રવ્યની કિંમત છે. મન કરતાં આત્માની વધુ કિંમત છે.
રાગ-દ્વેષની પરિણતિ છે, તે આત્માની વિભાવદા છે. લેશ્યાનો ઉપયોગ ભાવ=અધ્યવસાય થી સ્વભાવ દશામાં જવાનું છે.
મન યોગ છે-આત્મા ઉપયોગ છે. આપણો ઉપયોગ શેમાં રહે ? તપાસવાની જરુર છે. ઉપયોગનું પરાવર્તન તે ગમનાગમન છે.
વેપારીને હિસાબમાં મન, વચન, કાયા છે. ઉપયોગમાં પગાર વધુ મળશે એવો ભાવ છે, માટે એને નિર્જરા નથી. એ મુનીમ શેઠના ભલા માટે નથી કરતો, પણ કુટુંબ માટે કરે છે.
શુદ્ધ-દોષરહિત ગોચરી વાપરવી તે પરમાત્માની આજ્ઞા છે. છતાં મોહાધિન થઇ દોષિત ગોચરી વાપરવી તે ગમન કહેવાય. આધાકર્મી ગોચરીથી મોહનીય બંધાશે. આધાકર્મીમાં પ્રથમ મહાવ્રત ક્યાંથી રહેશે ?
આપણી ગોચરી એ બીજાને બોધનું નિમિત્ત બને છે. આપણે બીજાને કેવા નિમિત્ત આપીએ છીએ, તે સ્વયંના આત્માને જ પૂછવાની જરુર છે. ઉપદેશ કરતાં વ્યાખ્યાન વધુ ગંભીર છે. ‘નિશીથચૂર્ણી’માં કહ્યું છે કે—આચારાંગની પાંચમી ચૂલિકા, નિશીથ સૂત્રને શબ્દથી, અર્થથી વ્યાખ્યાનથી સ્થિર કર્યું હોય તે જ પાટે બેસી શકે. પાટ લાકડાની નથી, પ્રભુ વીરની પાટ છે.
પરિણતીને વિચારવાની જરૂર છે. ગોચરી વાપરતાં આહાર `મુશ્બુ સાળ’ મોક્ષનું સાધન લાગે છે કે સ્વાદનું સાધન લાગે છે ? આધાકર્મી દોષિત વાપરીએ, ટેસ્ટથી, વાતો કરતાં-કરતાં વાપરીએ તો ચારિત્ર દુર્લભ થાય, ભવાંતરમાં ચારિત્ર ન મળે.
જોકે આ નિયમ સર્વથા એકાંતે નથી, ગ્લાન વિગેરે માટે જુદી વસ્તુ છે. ઇન્દ્રિયની સામે આત્મા જોઇએ. ભક્તિ કરવાની છે; પણ આંધળી-કમભક્તિ નહીં. નંદિષણ કેવી ગંભીર સ્થિતિમાં પણ ભક્તિ માટે શુદ્ધ પાણીની ગવેષણા કરે છે...? આદર્શો નજર સામે રહે તો ઉત્સાહ ટકી રહે.
વાચના-૧૦
Jain Education International
For Private & Personal Use Only
૬૫
www.jainelibrary.org