________________
અર્થાત્ સ્વચ્છેદભાવથી=અહંભાવથી આપણી વૃત્તિઓને ગોઠવવી તે વિરાધના. જેમકે વગર કારણે પ્રતિક્રમણ બેઠાં બેઠાં કરે તે વિરાધના છે. જે અશુભ કર્મનો બંધ કે ઉદય થવાના નિમિત્તો છે. શુભક્રિયા જાગૃતિ-ભાવપૂર્વક કરે તો અશુભ કર્મનો ઉદય પણ ટળી જાય=શુભ કર્મમાં સંક્રમણ થઈ જાય. ઉદય થવાનો હોય તે અટકી જાય. કર્મનો ઉદય ક્યારે થાય ?
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ, ભવ, અનુકૂળ થાય, ત્યારે કર્મનો ઉદય થાય. બંધ, ઉદય, ઉદીરણા, નિર્જરા વગેરેમાં દ્રવ્યાદિ પાંચે ય અનુકૂળ જોઈએ ઉદયમાં આવતાં પહેલાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, ભવને ફેરવી નાંખે તો તે કર્મો ઉદયમાં ન આવે. એ ક માણસને ખૂબ જ ગરમી થાય એકને સામાન્ય જ ઉદય થાય. કાળ એક જ છે. ગરમીમાં એરકંડિશન કે મહાબળેશ્વર જાય, તો અશાતાનો ઉદય ન થાય. કાળ એક જ છે. અહીં ક્ષેત્ર ફરી ગયું.
દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવને ફેરવી નાંખે, તો કર્મ ઉદયમાં ન આવે...
એક નિમિત્ત કરતાં બીજું નિમિત્ત ચડિયાતું છે. તે દ્રવ્યાદિ નિમિત્તોમાં જો ભાવને ફેરવી નાંખે તો મોહનીયના ભુક્કા બોલાવી દે.
ઓધનિર્યુક્તિની ૬૫૭મી ગાથામાં છે કે આટલા કારણે સાધુ-સાધ્વી આહારનો ત્યાગ કરી દે. તેમાં રોગાદિ કારણે પણ આહાર ત્યાગવાની વાત છે. ભૌતિક પદાર્થોનાં નિમિત્તો ફેરવી નાંખે. એટલે ઓદિયક ભાવમાં ફરક પડી જાય કષાય આર્તધ્યાન-અશાતાના પ્રસંગે દેરાસરમાં ચાલ્યા જાવ એટલે તે તે કર્મનો ઉદય શાંત
થાય.
મોહનીય કર્મ જતાં અશાતા વગેરે આપોઆપ દૂર થાય, તો પરમાત્મા માટે આમ કેમ નહીં ? સામે ચડી ઉપસર્ગો કેમ સહન કર્યા ?
હા, એમનો કલ્પ જુદો છે. તેઓ જિનનામકર્મ બાંધે ત્યારથી તેમનું ઇચ્છાચક્ર બંધ થાય છે.
‘યોગબિંદુ’ નામના ગ્રંથમાં છે કે જિનનામની નિકાચના થાય પછી ‘સવિ જીવ કરું શાસનરસી’'ની ભાવના પ્રવૃત્તિમાં આવે. ઇચ્છા ન હોય, હા; બંધ થાય પણ પ્રદેશોદય બંધાય ! એમાં મન ભળ્યું ન હોય, ભાવનાને ઘૂંટવાની ન હોય.
તેઓને ભાવના સહજપણે ઘૂંટાઈ ગઈ હોય, કેમકે...
વાચના
Jain Education International
For Private & Personal Use Only
૧૯
www.jainelibrary.org