________________
વાણીનો અવ્યાપાર, તે તો સ્કૂલ મોન છે.
‘જ્ઞાનસાર’માં જણાવ્યું છે કે આવું મૌન જો ઉત્તમ હોય તો તેવું એકેન્દ્રિયમાં અનંતકાળથી છે. તેમને મોન છે પણ *સહજમલથી કર્મબંધ કરે છે. વચન, કાયાથી, કર્મબંધનો, પ્રદેશબંધ અને પ્રકૃતિબંધ થાય પણ સ્થિતિ અને રસબંધ તો મનયોગથી થાય છે. કાયયોગથી મોઘમપણે મોહના સંસ્કારોને પોષણ ક૨વાનું કામ કરે છે. એકેન્દ્રિય એક સાગરોપમની સ્થિતિ જ બાંધે. તેઓ બાંધે ઓછું અને ભોગવે વધારે. એમ અકામનિર્જરા કરી આગળ આવે.
પુદ્ગલની વૃત્તિમાં મનને જતું અટકાવવું તે મૌન છે. પ્રસંગે નિમિત્ત મળતાં પ્રત્યુત્તર આપવા સમર્થ હોવા છતાં પ્રત્યુત્તર ન વાળે, તે સાચુ મૌન, સંયમ લીધું ત્યાં કપડાં બદલ્યાં પછી જાતિ-સ્વભાવ બદલવો જ જોઇએ. માણસ પોલીસનાં (ખાખી) વસ્ત્ર પહેરે ત્યારે એની ફ૨જ કેટલી સારી રીતે બજાવે છે આપણે વેશ પહેર્યા પછી સહનશીલ તો બનવું જ જોઈએ કોઈ ગમે તેવું કહે તો ય ઉત્તર ન જ વાળવો, ક્ષમાશીલ બનવું.
ક્ષમા પાંચ પ્રકારની છે
(૧) ઉપકાર ક્ષમા, (૨) અપકાર ક્ષમા, (૩) વિપાક ક્ષમા, (૪) વચન ક્ષમા અને (૫) અસંગ = ધર્મ ક્ષમા.
:
આમાં અસંગક્ષમા ઉપાદેય છે. અરે ! ચંદન તો એકેન્દ્રિય છે. છતાં એને બાળે તો યે દુશ્મનને સુગંધ આપે. જ્યારે અનંત શક્તિના માલિક આપણે પંચેન્દ્રિયપણું પામ્યા અને પ્રભુના શાસનમાં દાખલ થયા; પછી પણ જેમ તેમ બાઝીએ અને વાગ્બાણ ફેંકીએ, તો આપણામાં અને ગૃહસ્થમાં શો ફેર ? ક્ષમા ખાસ આચરવી જોઈએ. માટે જ અહીં ધ્યાન મૌન વ્રત છે.
ક્ષમાપ્રધાન શ્રમણ હોય માટે ‘ક્ષમાશ્રમણ' કહેવાય છે. અહીં મધ્યમપદલોપી સમાસ છે. ૧૮ હજાર શીલાંગરથમાં ક્ષમા પ્રથમ છે. ગૃહસ્થને ધાર્યું ન થાય તો કાયામાં, વચનમાં ધમધમાટ થાય. મનમાં ગુસ્સો આવે. પરંતુ આવું ન થાય તો તે સાચુ સાધુપણું છે.
★ तत्तग्गहण सहावो आयगओ इत्य सत्यगारेहिं ।
सहजो मलुत्ति भण्णइ भव्वतं वकरवओ एसो ||६||
આત્મામાં રહેલા તે તે પુદ્ગલ ગ્રહણ કરવાના સ્વભાવને શાસ્ત્રકારોએ સહજ મલ કહ્યો છે. આ સહજ મલનો ક્ષય તે જ આત્મગત ભવ્યત્વ છે. વિંશતિવિંશીકા ૪/૬
વાચના-૯
Jain Education International
For Private & Personal Use Only
ન
www.jainelibrary.org