________________
નથી, માત્ર પુસ્તકમાં છે.
સાધુ છ કારણે આહાર વાપરે અને છ કારણે ન વાપરે. આપણે આપણા શરીરના નામે ઇન્દ્રિય-મનના સંસ્કાર પોષીએ છીએ. આથી આહાર-નિહારની પ્રક્રિયા નિયત થતી નથી.
કાયિકી–લઘુનીતિ, માત્ર.
છ કલાકના આરામ પછી કિડનીનુ ડાયજેશન થાય અને સવારે માત્રાની શંકા થાય. ત્યારે જયણાને પ્રધાન રાખીને, તમસ્કાયથી બચવાના પ્રયત્નપૂર્વક જાય.
તે માટે 'ગાવસિયાયે'નો અર્થ બતાવે છે. અવશ્ય મવા= ઞવશ્યી કહેવાય. ગુરુમહારાજ જિનાજ્ઞાનું પાલન કરવાનું બતાવે છે, તેને કરવું તે જ આવશ્યકીનો અર્થ છે. જિનાજ્ઞાને વ્યક્તિ વિશેષ અમલમાં મૂકવાની પદ્ધતિ ગુરુ મહારાજ બતાવે છે.
‘વસતીની બહાર આવશ્યક કામ માટે જાઉં છું.'' તે ભાવ સૂચવવા માટે 'ગાવસ્સી' શબ્દો બોલી બહાર = સ્થંડિલ ભૂમિમાં જાય.
'થંઙિન્નવેશે'
સ્થંડિલ, માત્રક વિગેરે કેટલાક એવા શબ્દો છે કે જે જયણાસૂચક છે. શિષ્ટપુરુષો હંમેશા સારી ભાષા કહે.
‘ઝાડે જવું’ એ ય સંપૂર્ણ સભ્યતાસૂચક શબ્દ ન કહેવાય.
સાધુ ‘સ્થંડિલ જવું છું’ એમ બોલે...સ્થંડિલ એટલે...
ગાય વગેરેના મલ-મૂત્રથી યા સહજ જે અચિત ભૂમિ હોય જીવજંતુ રહિત હોય તેને સ્થંડિલ કહેવાય.
ગૃહસ્થ સંડાસમાં જાય. આથી કેટલી હિંસા થાય ? સાધુએ સર્વથા સાવઘના પચ્ચક્ખાણ કર્યા છે. એમની મલવિસર્જનની ક્રિયા પણ જયણા અને વિવેકપૂર્ણ હોય. એ માટે પારિષ્ઠાપનિકા સમિતિ છે.
પરિસ્થાપનાનું અપભ્રંશ ‘પરઠવવું’ થાય.
પરિસ્થાપન એટલે ?
પરિ + સ્થાપના બે શબ્દ છે.
વિરાધના ન થાય તેમ વિધિપૂર્વક મર્યાદાપૂર્વક ચક્ષુથી પડિલેહન કરીને પ્રાસુક
વાચના-૬
Jain Education International
For Private & Personal Use Only
3.
www.jainelibrary.org