________________
અનુકૂળતા જાળવવા માટે ઉપદેશ આપવો.
ઉત્સવો વગેરેમાં પૈસા ખર્ચે એના ઉપદેશ કરતાં સંયમીની તથા પૌષધવાળાની સમિતિ જાળવવા ઉપદેશ આપવો જોઈએ.
સંયમીને આરાધના થાય. વિરાધનાથી બચાય એની કાળજી હોવી જોઇએ. એકાસણામાં ઠલ્લે જવું પડે માટે ઉપવાસ કરે. આમાં વિરાધનાથી બચવાની બુદ્ધિ છે. આવી બુધ્ધિ જ તપ છે.
તપ કરવાથી તબિયત કદી બગડતી નથી. તપમાં આજ્ઞા પાલન હોય તો શાસનની પ્રભાવના થાય. હિંસક અકબરને ધર્મ પમાડનાર ચંપા શ્રાવિકા હતી. રાજ્યમાં જેની પહેલી ખુરશી પડે, અકબર પણ જેને માન આપે, એવા થાનસિંગ, ટોડરમલ એ શ્રાવિકાની પાલખી ઉપાડે છે. આથી રાજાને વિસ્મય થાય છે. આ શું ? તપાસ કરાવી ચંપા શ્રાવિકાને પૂછે છે “આટલા ઉપવાસ કઇ રીતે કર્યા ?'
શ્રાવિકામાં પણ સામાચારીનું પાલન કેટલું ઉત્તમ રીતનું હતું ? ભાષામાં નમ્રતા કેટલી ? ચંપા શ્રાવિકાએ જવાબ આપ્યો: “દેવ-ગુરુ-ધર્મ પસાય.'' આ જવાબનું પરિણામ કેવું સુંદર આવ્યું !
ઉપયોગપૂર્વક સામાચારીના પાલનથી ભયંકર, હિંસક રાજા પણ ધર્મ પામી જાય છે.
વધુ અંડિલ માત્રુ ન થાય તે માટે ઉપવાસ કરે. ઓછી આહારથી શરીર ટકતું હોય તો વધુ આહાર ન કરે. કારણાભાવ” નામે દોષ સાધુ શા માટે લગાડે ? ઉત્તરોત્તર વધુ તપ કરે. આથી વિરાધનાના પાપથી બચાય.
સવારે જાગૃત થયેલ સાધુ ધર્મજાગરીકા કરી “આવસહી” બોલવાપૂર્વક પ્રાસુક ભૂમિમાં જઈ લઘુકાયિકી કરે. શાસ્ત્રીય ભાષામાં માત્રુને લઘુકાયિકી અને અંડિલને વડીકાયિકી કહેવાય.
વસતીમાંથી બહાર જતા સાધુ આવસહી બોલે, ત્યારે નિયત આવશ્યક કાર્યની ધારણા કરે છે. તે સિવાય તેમાં ભેગાભેગું બીજું કામ ન કરાય. દર્શનની સાથે તો પાણી-ગોચરી વગેરે કાર્યની ધારણા ન જ કરાય અન્યથા ગુરુ શિષ્ય બંન્ને દોષિત છે.
સવારે ઉઠ્યા પછી આ રીતે જયણા પૂર્વક આવશ્યક કાર્ય કરે પછી... 'નિશીહિવે મતો વિસ” નિશીહિ કહી સાધુ વસતિ–ઉપાશ્રયમાં પ્રવેશ કરે.
| વાચના-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org