________________
લોકિક છે જેમાં નિમિત્તને આધીન બનીને ક્રિયા કરાય તે લૌકિક છે, પણ જેમાં નિમિત્તને આધીન થયા વિના રહેવું તે લોકોત્તર છે. સાધુને નિમિત્ત તો આવે પણ નિમિત્તને આધીન ન થાય, આજ્ઞાને આગળ કરે...
સાધુએ પાણીની તૃષામાં ગુરુને નિવેદન કરવું કે-“હે ગુરુદેવ ! તૃષા લાગી છે, હું શું કરું ?” સાધુને આટલી બધી પરાધીનતા શા માટે ? - રસાયણાદિ વગેરેના ઉપયોગ પહેલાં ડોક્ટર-વૈદ્યની સલાહ લેવી પડે. આપણે તો એના કરતાં પણ વધુ ડેન્જર છીએ. ચારિત્ર મોહનીય અને દર્શન મોહનીયના ઉકળાટમાં આપણે જો કોઈને સમર્પણ ન થઈએ તો શું દશા થાય ? ગુરુને પરાધીન થવું તે પરાધીનતા નથી. કર્મનો રોગ સમજાયતો ગુરુ રુપી ડૉક્ટર કે વૈદ્યને સમર્પણ થાય ગુરુની આજ્ઞા લોકોત્તર છે. નિમિત્તોને પલટાવવા માટે આજ્ઞા મુજબ ક્રિયા કરવાની છે. પ્રભુની આજ્ઞા શાસ્ત્રમાં છે, શાસ્ત્રાજ્ઞા ગુરુમાં છે, માટે ગુર્વાજ્ઞા પણ લોકોત્તર બને
ડૉક્ટર એક દર્દીને અનાજની સર્વથા ના કહે છે અને તે જ ડૉક્ટર બીજા દર્દીને અનાજની છૂટ આપે છે તેમ, મોહનીયના ઉદયની ભિન્ન-ભિન્ન અવસ્થા છે તેને ડામવા ગુરુ મહારાજ કોઇને જ્ઞાનનું કાર્ય કરવા કહે તો કોઈને પાણીનું કામ કરવા કહે એમાં આપણે વિકલ્પો ન જ કરાય ગુરુ પ્રત્યે વિશ્વાસ કેળવવોજ પડે. તૃષામાં ઠંડા પાણીની ઇચ્છા થાય, તો શિષ્ય-ગુરુને નિવેદન કરે ત્યારે જ્ઞાની ગુરુ યોગ્યતા પ્રમાણે ઉત્તરાધ્યયનાદિનો સ્વાધ્યાય કરવા વગેરે કહે. એથી મોહનીયનો ક્ષયોપશમ થાય, આથી એમની ઇચ્છા શાંત થાય.
આજ્ઞા અને સામાચારી પાલનની તત્પરતા જીવનમાં હોય તો મોહના ઘણા નિમિત્તોથી દૂર થવાય. “અષ્ટાંગહૃદય' નામે ગ્રંથ છે, તેમાં પ્રવાહીર મોળી સવા નિરુ” એમ કહ્યું છે. એક વખત વાપરવાથી ગમે તેવું પણ પચી જાય. આપણે તો પાકો નાસ્તો તો નવકારસીમાં જ કરીએ છીએ, રસનેન્દ્રિયની વાસનાનો કોઇ અંત જ નથી.
શાસ્ત્રમાં નવકારશીને પCHIતિયા' પ્રથમાલિકા કહેવાય છે. “આ પ્રથમાલિકામાં જઘન્યથી ૧ કોળિયા
મધ્યમથી ર કોળિયા ઉત્કૃષ્ટથી ૩ કોળિયા આહાર નવકારશીમાં લે” એમ
વાચના-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org