________________
તપમાં પ્રવૃત્તિ કરાવે, કોઈને જ્ઞાનમાં, ધ્યાનમાં, વૈયાવચ્ચમાં પ્રવૃત્તિ કરાવે. જેનામાં જેને ચિ હોય અને જેનાથી મોહનીય કર્મ મંદ પડે તેમ હોય તેમાં ગુરુ મહારાજ પ્રવૃત્તિ કરાવે. દરેક પ્રવૃત્તિ ગુરુ મ.ની આજ્ઞાને આધિન રહી કરવાની છે. ઉપાશ્રયની બહાર પણ ગુર્વાશાના પાલન માટે જવાનું, તે સિવાય સ્વયં બહાર ન જાય. આજ્ઞાનું બંધારણ એ જ અનાદિના ભવભ્રમણને તોડવાનું પ્રબળ કારણ છે.
ગુર્વજ્ઞાથી જ્ઞાન-દર્શન-ચારિત્ર અંગેના આવશ્યક કાર્ય માટે વસતીની બહાર ‘આવશ્યહી' કહીને ગયા હતા, જે કાર્ય માટે ગયા હતા તે કાર્ય પૂરું થયે ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં ‘નિસીહિ' કહે. જે કાર્ય ચાલી રહ્યું હતું તે કાર્યથી નિવૃત્ત થવાનું છે. વસતીની બહારનાં કાર્યો સાધુએ છોડવાનાં છે. ગુર્વાશા સામાચારી વિરુદ્ધ કાર્ય કરવું તે સાધુને માટે સાવઘ કાર્ય છે...વસતી બહારનું કાર્ય હવે સાધુ માટે સાવઘ બને છે, માટે ‘નિસીહિ' કહી તેને ત્યાગવાનું છે.
સવારે સાધુ ઊઠી લઘુનીતિનાં આવશ્યક કાર્ય માટે આવસહી બોલી ઉપાશ્રય વસતિ બહાર જાય...કાર્ય બાદ ‘નિસીહિ’=તે પ્રવૃત્તિનો નિષેધ કરવાના સંકલ્પપૂર્વક ઉપાશ્રયમાં પ્રવેશ કરે, પછી; ઇરિયાવહી પડીક્કમે...તે અધિકાર અગ્રે વિચારશું.
વાચના-૬
Jain Education International
For Private & Personal Use Only
૪૫
www.jainelibrary.org