________________
ઓધનિર્યુક્તિ આદિમાં છે.
સાધુને સવારથી કોઈ બાધા-નિયમ ન કરાય, અન્યથા ગવેષણા ફરી જાય, ગોચરીમાં જે વસ્તુ આવે અર્થાત્ પાત્રમાં આવ્યા પછી જ ત્યાગ કરાય.
અનંતકાળના મોહનીયના બંધનમાંથી છૂટવા પચ્ચક્ખાણ છે. સાધુને વિગઇ વાપરવાની છે જ નહીં, અપવાદે ગુરુ મ.ની આજ્ઞાથી વાપરે ત્યારે વિગઇ-વિસર્જનની ક્રિયા કરે. જે ક્રિયા હાલ જોગમાં છે તે વિધિ પૂર્વ કાળે વિગઈ વાપરવાની રજા માંગે ત્યારે કરતા હતા.
નીવિ એટલે નાક બંધ કરીને વપરાય એવું હોય, બળેલા લોટમાં દૂધ હોય. આજનું નીવિયાતું ઘી હોય છે તે વપરાય જ કેમ ? ખાસ જરૂર હોય તો ય માંડ માંડ વપરાય તેવું નીવિમાં હોય. જોગમાં શરીર રૂપી ઘોડા પાસેથી કામ ઘણું લીધું છે. માટે જોગ પછી એકાદ મર્યાદિત વિગઈની છૂટ લે. આ ઉપરથી સમજી શકાય છે કે સાધુને રોજ વિગઈ વપરાયજ નહીં અપવાદે-કારણે ગુર્વાજ્ઞાપૂર્વક વાપરે, તે પણ મોહના વધારા માટે નહીં, ઘટાડો થાય તે રીતે વાપરે.
સાધુ ગોચરી જાય ત્યારે ગુરુ મ. પાસે આદેશ માંગે...હાલની સામાચારી પ્રમાણે સવારે સજ્ઝાય પછી આદેશ માંગે...તેમાં પણ અનાદિ મોહને તોડવાનો કેવો સ્પષ્ટ માર્ગ બતાવી દીધો છે ?
શિષ્ય આદેશ માંગે...``ફાળારે સંવિસજ્જ માવનું ?’’
ગુરુ મ. કહે : ``નામ''.
આમાં જ્ઞાન-દર્શન-ચારિત્રનો લાભ પામવાનો છે. આ `તામ' શબ્દમાં રસકસ યુક્ત વિગઇઓ વાળા આહારની વાત નથી. રસનેન્દ્રિયના પોષણની વાત શાસનમાં ક્યાંય નથી. લુલીબાઈને કાબૂમાં લેવાની છે.
જ્ઞાન-દર્શન-ચારિત્રના લાભવાળી વસ્તુ પણ મન મરજી મુજબ લેવાની નહીં.
''નર જાહીય પૂર્વ સૂરિř’’ પૂર્વાચાર્યોએ જે-જે મર્યાદાઓ સાચવી હોય તે મર્યાદા-સામાચારીપૂર્વક જ ગ્રહણ કરવાનું. મોહનો ઘટાડો ક૨વો કે મોહને દૂ૨ ક૨વો તે મુખ્ય કાર્ય છે.
દરેક આત્માને મોહનીયની ભૂમિકા જુદી જુદી છે. માટે તેને ધ્યાનમાં રાખી ગુરુ મ. આરાધના પણ જુદી જુદી બતાવે. સજ્ઝાયના આદેશ પછી ગુરુ મ. કોઇને
xx
વાચના-૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org