________________
ક્ષયોપશમ કે ઉદય ઓછો હોય, મોહનીયનો ઉદય વધુ પ્રમાણમાં તીવ્ર હોય તેનું ના અશુભ અધ્યવસાય. મોહનીયના તીવ્ર ઉદયની અસર નિગોદમાં લાગે.
જ્યારે મોહનીય તીવ્ર બાંધે, તેને ભોગવવા નિગોદમાં જાય. ત્યાં વિપાકોદ પ્રગટાવવા વચન-મન નથી. માત્ર સ્પર્શનેન્દ્રિય છે, સ્પર્શનેન્દ્રિયની પણ શક્તિ અલ છે, પણ મોહનીયતી તીવ્રતા છે. અશુભ અધ્યવસાયથી તીવ્ર મોહનીય કર્મ બાંધે.
એકેન્દ્રિયમાં ગોળો જીરો પાવરનો છે. પણ અંદર મોહનો પાવર તીવ્ર છે પંચેન્દ્રિયમાં કર્મબંધ વધારે થાય તો નિર્જરા પણ વધુ કરી શકાય. જાગૃતિ હોય તો કેટલી બધી નિર્જરા કરી શકાય ?
પરમાત્માની વીતરાગતા સામે નજર જાય તો મોહનીય કર્મના ભુક્કા બોલાવી શકીએ. આપણે ક્રિયા કરીએ છીએ; પણ તેમાં ભાવ ભળે ત્યારે આ સ્થિતિ આવે. - જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે જ્ઞાનીની નિશ્રામાં વિધિપૂર્વક સામાચારીનું પાલન કરવું ! આ બધું સચવાય તો ભાવપૂર્વક કર્યું કહેવાય.
મનને ધક્કો લાગ્યા પછી વિચારવું કે “આનાથી આતમરામને શું લાભ ?” આ ભૂમિકાએ જ અઈમુત્તામુનિએ શ્રેણી માંડીને કેવલ્ય મેળવ્યું.
ભાવોલ્લાસના અભાવે અવિધિ થાય. આવા સમયે “અવિધિથી કરવા કરતાં ન કરવું સારું એ બોલતાં દોષ વધુ લાગે. કેમકે તેમાં તો માર્ગ ચૂકી જવાય છે. તેનું પ્રાયશ્ચિત્ત વધુ આવે.
अविहि कया वरमकयं उस्सुअवयणं वयंति सव्वन्नु । पायच्छितं जम्हा अकए गुरुअ कए लहुअं ।।
“અવિધિથી કરવા કરતાં નહીં કરવું સારુ એ ઉસૂત્ર વચન છે, એમ સર્વજ્ઞ કહે છે. કેમકે આરાધના ક્રિયા ન કરનારને ગુરુ (મોટું) પ્રાયશ્ચિત્ત અને અવિધિએ. કરનારને લઘુ પ્રાયશ્ચિત્ત આવે.” ભાવ આવશે ત્યારે દર્શનાદિ કરીશ એમ કરીને દર્શનાદિ કરવા ન જાય તો રોજ છટ્ટનું પ્રાયશ્ચિત્ત આવે. ત્રણ દિવસ પછી અટ્ટમનું પ્રાયશ્ચિત્ત આવે. અને તે પછી પ્રતિદિન પાંચ ઉપવાસનું પ્રાયશ્ચિત્ત આવે.
દેરાસર, યાત્રા, પડિલેહણ, શાસ્ત્રઅધ્યયન, વિનય, વૈયાવચ્ચ વગેરેમાં આપણને ભાવનાં કારણો કેટલાં છે ? તે પોતાના ભાવોમાં તપાસવા જોઇએ. વિધિપૂર્વક થતી ક્રિયા મોહનીયકર્મને મંદ કરે છે. પરિણામે ભાવ પ્રગટે છે.
વાયના છે.
.
Jain Education International
For Private & Personal Use Only
E
www.jainelibrary.org