________________
પડિલેહણ કરવાનું છે. કદાચ; જરૂર જેવું લાગે તો પડિલેહણ કરી રાખવા.
માંડલા પછી મુહપત્તિ ખોવાઇ જાય તો પડિલેહણ કરે પણ પ્રાયશ્ચિત્ત લેવું પડે પણ; પડિલેહણ કર્યા વિના ઉપકરણ વપરાય નહીં.
માંડલા પહેલાં ખોવાઇ જાય તો અન્ય સાધુ પાસે પડિલેહણ કરાવે પછી જ વાપરે.
વાસણ' શાસ્ત્રીય નથી માટે પરાત વિગેરેના પડિલેહણમાં બોલનું વિધાન નથી. કુંડીને શાસ્ત્રીય ભાષામાં માત્રક અને અપભ્રંશમાં માતરિયું કહેવાય છે. સવારે પડિલેહણ પછી ઇર્યાવહી કરી દાંડાનું પડિલેહણ કરે. પછી વસતી તથા માત્રાની ભૂમિમાં કાજો લે તે સમયે જુદી ચરવળીથી કુંડી પડિલેહે. અન્યથા માત્ર અણપૂજ્યુ લીધું એ અતિચાર લાગે.
સાધુને ભાવશુચિની પ્રધાનતા છે. પણ; પ્રતિષ્ઠા અંજનશલાકા અધિવાસના વિગેરેમાં દ્રવ્યશુચિ કરે. પણ; એ ગીતાર્થ આચાર્ય ભગવંત માટે જ છે. દરેક માટે નહીં ! તેઓ હાથ-પગ ધોઈ શુદ્ધ વસ્ત્ર પહેરી ૧૪ રાજલોકના છેડે રહેલા સિદ્ધતત્ત્વનું મંત્રો દ્વારા અહીં પ્રતિમામાં અવતરણ કરે.
વધુ ઠાણા હોય અને સમૃદ્ઘિમ જીવોની પરંપરા ન થાય તે માટે કંડીને પાણીથી સ્વચ્છ કરે.
''मात्रक परिष्ठापन भूभागे गत्वा''
વિના કારણે માત્રકના ઉપયોગથી આયંબિલનું પ્રાયશ્ચિત્ત છે. ગ્લાન, આચાર્ય રાજપુત્રાદિને જ માત્રકનો ઉપયોગ હોય. સર્વ સાધુઓ તો ઉપાશ્રયની પાછળ ખુલ્લી ભૂમિમાં માત્રુ કરે.
- વર્તમાન શહેરોમાં એવું નથી, સંકડાશ વધુ હોય છે, માટે શહેરમાં રહેવું ઉચિત નથી. જ્યાં પરિઝાપનિકા સમિતિ ન જળવાય. ઉપદેશાદિનો લાભ ન થાય. ત્યાં સાધુએ કેવી રીતે રહેવું ? આ ખાસ વિચારણીય છે.
સામાચારીથી જેમ દૂર જઈએ તેમ સંયમ દુર્લભ બને છે. શહેરમાં રહેવાથી સંયમ દુષિત બને છે. “પરઠવાને યોગ્ય ભૂમિ હોય ત્યાં વસવું જોઈએ.” એમ પંચવસ્તુમાં પૂ. હરિભદ્રસૂરિ મ.સા. કહે છે.
હૈયામાં વિરાધનાની કમકમાટી ન હોય તો સંયમ ટકશે ક્યાંથી ? સંયમની
વાચના-૬
*
*
*
**
**
*
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org