________________
ઢળે. આથી જાગૃતિ ન રાખે તો સાધુને કાયાની પળોજણમાં જ સમય પૂરો થાય.
ગોચરી, ઠંડુ પાણી, ઠંડો પવન, એમાં જ સાધુ ઓતપ્રોત રહે. આત્મનિરીક્ષણ, સ્વાધ્યાયની વાત જ નહીં. વ્યાખ્યાન પણ લોકોપચાર માટે જ છે, અંદરની જાગૃતિ નહીં. કેવી વિકટ સ્થિતિ છે ?
નીક દ્વારા પાણી ન મળે તો ઉપવન લીલું ક્યાંથી રહેશે ? જિનવાણી એ પાણી છે. વ્યાખ્યાનની અસર પોતાના અંતરમાં થવી જોઈએ.
સંસાર છોડ્યો.. હજુ કાયાની પળોજણમાં સમય પૂરો કરીએ, તો આપણું કરવાનું રહી જાય...આપણું કર્તવ્ય શું છે ? તેનું લક્ષ્ય રાખી તે કર્તવ્યને પૂર્ણ કરવા સતત તૈયારી રાખવાની.
જૈનેતરોમાં મોટાં યજ્ઞાદિ કર્મ હોય તેમાં યજમાનને પાટલે બેસાડે, મંત્રપાઠ કરે. કર્મના પ્રારંભે યજ્ઞ કરવાનો સંકલ્પ કરાવે કે “આટલા દિવસમાં આટલું કાર્ય કરવું.” આ સંકલ્પને દીક્ષા કહે. ઢીલા વફ વીર્ધશત્રમુખેતીતિ વેચનાત’’ આ દીક્ષા થયા પછી જ્યારે યજ્ઞાદિ કર્મ પૂર્ણ થાય તે પછી દેવોનું વિસર્જન કરી નવકૃત સ્નાન કરે. આ સ્નાનમાં/સ્નાન યજ્ઞની ભસ્મ ઉપયોગમાં લેવાની હોય છે. તે અમૃત સ્નાન ન થાય ત્યાં સુધી પોતાના કાર્યમાં સતત તૈયાર રહે...ગમે તેવા કામકાજ આવે પણ આ કર્મ પૂર્ણ કરવું તે જ તેનું કર્તવ્ય છે. ક્રિયાકર્મને પૂર્ણ કરવા કમર કસીને તૈયાર થાય. આ જૈનેતરોની દીક્ષા છે.
તેમ આપણે સંપૂર્ણ સંસાર છોડીને આવ્યા, મોહને છોડીને આવ્યા છીએ. તો અહીં શું કરવાનું? તેની સતત જાગૃતિ રાખવાની છે. તે માટે જ સાધુ સવારે ઊઠી રોજ પોતાના કર્તવ્યનો વિચાર કરે.
સાધુ રાત્રે સાડાનવ વાગ્યે સૂઈ જાય, અને બાર વાગ્યે માત્ર કરવા ઉઠે આ આયુર્વેદ વિહિત છે. તે પછી ધર્મજાગરણ કરે. વ્યવહારમાં પણ કહેવાય છે-“સોયા સો ખોયા'' ‘દશવૈકાલિક'માં (અધ્ય-૮ ગા-૪૨) "નિદ્ ચ ન વ૬ મન્નિષ્ણ'' સૂત્રમાં પણ આ જ વાત જણાવી છે. નિદ્રા બહુ માને નહીં, ગણકારે નહીં, વિશેષ આરાધનામાં શરીર પાસે સહાય મેળવવાના આશયે આરામ આપે. ત્રણ કલાકની નિદ્રાથી સંતોષ થઇ જાય તો ધર્મ-જાગરણ કરે, અન્યથા સૂઈ જાય. ત્રીજા પ્રહરમાં ધર્મજાગરિકા વિશેષાત્માઅપ્રમાદી જ કરે. શેષ સાધુઓ ચોથા પ્રહરના પ્રારંભે ઊઠી ધર્મજાગરિકા કરે. તેમાં વિચારવાનું કે કઈ આરાધના કરી ! કઈ આરાધના ન કરી ! મારા આત્મામાં હજુ
વાચના-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org