________________
કેટલી પદ્ધતિસર ચાલે છે ?
સાધુઓને વિહારની આજ્ઞા થાય ત્યારે ગમે તેમ નહીં ચાલવાનું, પ્રથમ વડીલો ચાલે, પછી ગીતાર્થો, સ્થવિરો. છેલ્લે સાધુઓ ચાલે આમ ક્રમ હોય. ઓધ નિર્યુક્તિ આદિ ગ્રંથોમાં વિહારનો ક્રમ-પદ્ધતિ જણાવી છે.
સાધુને પરિમિત ઉપધિ હોય, એથી જેનેતરો પામી જાય ``ઝપ્પા’’ ‘પોતાનામાં જ્ઞાનાદિ છે'' એ સૌ જાણે આ વૃત્તિએ જ અભિમાન છે. પણ મારામાં શું નથી ? એ સ્વયં નથી જાણતા. આથી ક્ષતિના ભાનના અભાવે આપણે આગળ વધી શકતા નથી. મોહનીયનો પડદો હોવાથી આપણને આપણા દોષ નથી દેખાતા. મળતાવડા કે મિત્ર તો આપણને થાબડે જ છે. પણ વિરોધી પાસે જ આપણા દોષોનું લીષ્ટ છે. એની પાસેથી દોષો જાણી લેવા. આથી દોષ દૂર થાય.
જ્ઞાની તપસ્વી વગેરેના ગુણો જોવાથી આપણું મોહનીય કર્મ ઘટે છે. અને તે તે ગુણો આપણામાં આવે છે.
સવારે સ્વદોષોનું નિરીક્ષણ કરવાથી મહાત્મા બનાય; અહિં આત્મા એ વૃત્તિ
સ્વરૂપ છે.
ગુણાનુરાગીની વૃત્તિ હોય તે આત્મા !
સ્વદોષદર્શનની વૃત્તિ હોય તે આત્મા !
‘‘દોષ લવ નિજ દેખતાં’' પોતાનો થોડો પણ દોષ દેખાય, તો પોતાની જાતને નિર્ગુણી માને બીજામાં નાનો પણ ગુણ દેખાય-સંભળાય, તો હૈયાથી હર્ષ થાય. આને મહાત્મા કહેવાય.
આજે મોહનીયના ઉદયથી ગુણાનુરાગ સાવ જ નથી. કોઈને ઉતારી પાડવાની વૃત્તિથી બીજાના અછતા અસદ્ભૂત દોષો કહેવાથી મોહનીય બંધાય. તે ધ્યાનમાં રાખવું એનામાં ગુણ હોય કે ન હોય, છતાં એના ગુણો ગાવાથી આપણા મોહનીયનો ક્ષપોપશમ થાય. ગુણાનુરાગ દ્રષ્ટિથી ગુણો ગાનાર હંમેશા સદ્ભાવનામાં હોય છે; આથી મોહ ઘટે, મશ્કરીથી ગુણ ગાય તો મોહનીય કર્મ બંધાય.
પર–બીજો યા દુશ્મન
પરદોષદર્શનથી તીવ્ર કર્મ બંધાય આથી જ પપ્રવૃત્તી ધરાધમૂળ: બનવું.
વાચના-પ
Jain Education International
For Private & Personal Use Only
૩૫
www.jainelibrary.org