________________
આશ્રવનાં દ્વારા, મોહનાં કારો જલ્દી ખૂલી જાય તેવી પ્રવૃત્તિ ન જ કરવી તે
નિયમ.
(૧) ચાલુ માંડલીમાં કોઈ ચીજ ન માંગવી. (૨) ગૃહસ્થને ત્યાંથી કોઈ ચીજ ન માંગવી. આ નિયમ ખાસ જાળવવા જેવો છે. આથી જિનાજ્ઞા સચવાય છે.
સાધુનો અભિગ્રહ એ હોય કે વડીલોની વૈયાવચ્ચ-વિનય કરવો. આથી વડીલોનું બહુમાન કેળવાય. ગોચરી-પાણીની ભક્તિ કરે.
બાહુબલિએ પૂર્વ ભવમાં ૫૦૦ સાધુ ભગવંતોની ભક્તિ કરી. ચક્રી પણ હારી જાય એવું બળ મળ્યું. ચક્રી ક્યાંય હારે નહીં, છતાં હારે છે આ આશ્ચર્ય છે; ભક્તિનો પ્રભાવ છે.
આવશ્યક નિર્યુક્તિમાંની ૧૦૨૩મી ગાથામાં નાસા વન્તિ પંચ સય” એ પાઠથી ૫૦૦ આશ્ચર્ય આદેશ બતાવ્યા છે. એમાં ૫૦તો સ્પષ્ટ કહ્યા છે. બીજા વૃદ્ધો પાસેથી જાણવા એમ કહ્યું છે.
ભક્તિ-વૈયાવચ્ચથી બાહુબલીને આ આશય રુપે ફળ મળ્યું. કામ કરવું, ગોચરી, પાણી લાવવા, માત્રુ પરઠવવું આ વૈયાવચ્ચ છે. વૈયાવચ્ચથી ગુણાનુરાગ વધે, મોહ ઘટે. આથી કર્મનો ક્ષય થાય. વૈયાવચ્ચ અપ્રતિપાતી ગુણ છે. આથી વૈયાવચ્ચ કરવાના પ્રસંગે જ્ઞાનાદિ બધુ જ ગોણ કરે, અને ઉલ્લાસથી વૈયાવચ્ચ કરે. કેમકે :
વૈયાવચ્ચ ઉલ્લાસપૂર્વક કરે તો તે વૈયાવચ્ચ છે. વૈયાવચ્ચ ઉલ્લાસરહિત કરે તો તે વેઠ છે.
એષણીય ગોચરી-પાણીથી ભક્તિ કરવી તે જ ખરી વૈયાવચ્ચ છે. દશ-પંદર ઘર ફરીને શુદ્ધ આહારની ગવેષણ કરવી અને ન જ મળે તો પછી અપવાદે દુઃખતા હૃદયે દોષિત લે. ઉપદેશ કરતાં આચારની છાપ વધુ સુંદર પડી શકે છે. પોતે જ સારીગરમ ગોચરી વાપરે અને અન્યને આધાકર્મી દોષને છોડવા માટે સમજાવે તો કોના ગળે ઊતરે ?
સંયમનો કટ્ટર પક્ષપાત હોય તો તેના વ્યાખ્યાન ઉપદેશની અસર તીવ્ર થાય. સાધુ-સાધ્વીને આ ખપે, આ ન ખપે, તેનો વિવેક હોય, તેમાં પણ યુવાન-બળવાન સાધુને વિગઈ વાપરવાની મનાઈ છે. આજે વિગઈ વાપર્યા વિનાનો દિવસ આવે છે ?
વાચના-૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org