________________
સંયમ તો આશ્રવના દ્વારો અટકાવવા માટે જ છે. તીર્થયાત્રાના બહાને આપણા નામે જ હિંસા થાય, અસંયમ થાય, તો સંયમ ક્યાં રહ્યો ?
જીવડો જાય પછી રંગડાની શી કિંમત ?
સંયમ, મહાવ્રત-આરંભ-સમારંભના પચ્ચક્ખાણનો ઉદ્દેશ ખોવાઈ જાય, અને તીર્થયાત્રા થઈ જાય, એની કિંમત કેટલી ?
સાધુને સ્પેશિયલ યાત્રા માટે ‘મહાનિશીથમાં નિષેધ’ છે. ગ્રામાનુગ્રામ વિહારમાં વચ્ચે તીર્થ આવે તો દર્શન, વંદન કરે. બૃહતકલ્પમાં વિહારમાં આવતા જિનાલયનાં દર્શન ન કરે તો સાધુ-સાધ્વી, ગીતાર્થ, સ્થવિર વિગેરે દરેકનું જુદું જુદું પ્રાયશ્ચિત્ત છે.
યાત્રા, એ તો વિષય-કષાયમાં રત એવા ગૃહસ્થ માટે છે. ત્યાં તીર્થમાં પત્રફોન, આરંભ-સમારંભ તથા ભોગવિલાસનાં સાધનો વગેરે ન હોય. આથી વિષયકષાય આસક્તિનાં નિમિત્તો ઓછાં મળે. આથી આરાધનામાં એકાકાર બનાય. જ્યારે સાધુને તો ગામે ગામનાં દેરાસરો તીર્થ રુપ છે. આરંભ-સમારંભના બંધનોથી મુક્ત હોવાથી ગમે તે દેરાસરમાં એકાકાર થવાય. વળી સર્વવિરતિ ધરો તો સદાકાળ ભાવપૂજામાં જ સ્થિર હોય છે.
સાધુને અપ્રતિબદ્ધ વિહાર હોય. પોટલાવાળાના કારણે વિહાર બંધ રહેતો પ્રતિબંધ કહેવાય.
સંયમ ખાંડાની ધાર સમાન છે. એમાં જ ખરો આનંદ છે. ગુલાબની શય્યા જેવા સંયમમાં જે આનંદ (તિ) છે તે ખરો આનંદ નથી.
સંયમની આરાધનામાં દોષાપત્તિ લાગે તે તીર્થયાત્રા સાધુપણાને ઉચિત નથી. ઉતાવળા વિહારોથી જ્ઞાન-દર્શન-ચારિત્ર ડહોળાઇ જાય. ગામડાઓમાં ગૃહસ્થને આરાધના ન કરાવીએ તો સંયમીની છાપ કેવી પડે ? તેમના પણ ભાવ કેવી રીતે ટકી રહે ? પછી એઓને ભક્તિ વેઠરૂપ લાગે. ગ્રામાનુગ્રામ વિહાર કરતાં તીર્થ આવે, તેની યાત્રાસ્પર્શના કરી લ્યે...બાકી સાધુનું જીવન જ ભાવતીર્થ સ્વરુપ છે. તીર્થયાત્રા માટે નિયમ કર્યો પછી તે બાજુ જલદી જવાનું પહોંચવાનું લક્ષ્ય રહે, તેમાં આજ્ઞામર્યાદા કે સામાચારી કઇ રીતે પળાય ? મર્યાદાપૂર્વક ગ્રામાનુગ્રામ વિચરણ કરે, તેમાં તીર્થયાત્રા થાય એ વાત જુદી, પણ આ માટે નિયમ ન કરે.
અભિગ્રહ=નિયમ એટલે ?
વાચના ૫
Jain Education International
For Private & Personal Use Only
૩૨
www.jainelibrary.org