________________
કયા દોષો રહેલા છે ?' એમ આત્માને ઢંઢોળે.
હંમેશાં આપણા કરતાં આપણા શત્રુઓને આપણી ભૂલ વધુ જણાય છે, એમના દ્વારા જાણી સાધુ પોતાની ભૂલોનું ચિંતન કરીને ભૂલો સુધારે.
સ્વાધ્યાય તો ચોથા પ્રહરે ઊઠયા પછી ધર્મજાગરિકા કરી ભરહેસરની સજ્ઝાય પછી કરે. મુખ્ય માર્ગ ભરહેસરની સજ્ઝાય પહેલાં સ્વાધ્યાય થાય નહીં. સાંજે માંડલા કર્યા પછી સવારની સજ્ઝાય સુધી સાધુ મૌન રહે.
મુનેઃ માવ રૂતિ મૌન (મુનિનો ભાવ તે મોન)
અહીં મોન એટલે એકેન્દ્રિયનું મૌન નહીં પણ યોગોની પ્રવૃત્તિ પુદ્ગલમાં ન થાય તે જ સાચું મૌન છે. એ મોન સાધુ ભગવંતને સતત હોય જ રાત્રે તો સાધુઓએ મૌન જ રાખવાનું. સ્વાધ્યાય પણ વિવેક-મર્યાદાપૂર્વક કરે.
જ
અનુપ્રેક્ષા, વૈરાગ્ય-ભાવના વગેરેની વિચારણા કાળ સમયે કરે. પંચવિધ સ્વાધ્યાયમાંથી ચાર સ્વાધ્યાયને કાળવેળા નડે, અનુપ્રેક્ષામાં કાળવેળા નથી.
તપ દ્વારા મનને વધુ કેળવે. મોહની ગુલામીથી મુક્ત થાય. આજ્ઞા મુજબ એકાસણું કરે. વિગઈ ત્યાગ કરે, અભિગ્રહ ઘારે.
અભિગ્રહ એટલે ?
મિત્ર = ઞમિ = સામે, ગ્રહ =
પકડવું...
‘‘હું સંયમી છું’’ મારે આશ્રવ દ્વારોથી અટકવાનું છે. આ માટે સાધુ પ્રતિદિન વિવિધ અભિગ્રહો કરે. સાધુએ ત્યાગ, સંયમધર્મનો સામે ચાલીને સ્વીકાર કરવાનો છે.
,,
આજ્ઞા મુજબ વૃત્તિઓ લઈ જવી તે સંયમ. શાસનનું અમુક બંધારણ છે જ કે ‘‘આતો ન જ કરવું’’ આશ્રવ અટકાવવો એ તો આજ્ઞા છે જ-પણ વિશેષ ઉલ્લાસ પૂર્વક અનુપ્રેક્ષા-વૈરાગ્યના બળે આગળ વધે, અને “હું; અંશે તો આશ્રવ અટકાવું જ.'' એ ભાવનામાં સ્થિર થાય, તે માટે સારી ચીજ જલદી ન માંગવી. માંગીએ તેથી આશ્રવ દ્વારો વધુ ખૂલે છે. મોહનું પોષણ થાય છે. આ જ લક્ષ્ય છે વિવિધ અભિગ્રહો દ્વારા ત્યાગ કરી સંયમ કેળવવાનો. અભિગ્રહો સંયમ અને સંવરભાવને વધારનાર હોવા જોઈએ. તેમાં બાધક ન બનવા જોઈએ. આથી જ સાધુ-સાધ્વીએ તીર્થયાત્રા માટે ત્યાગ કરવો હિતાવહ નથી.
વાચના-૫
Jain Education International
For Private & Personal Use Only
૩૧
www.jainelibrary.org