________________
દુર્ગતિ બે પ્રકાર છે : (૧) દ્રવ્યથી અને (૨) ભાવથી.
દ્રવ્યથી દુર્ગતિ એટલે દુઃખ.
ભાવથી દુર્ગતિ એટલે દુઃખનાં કારણો યા સંક્લિષ્ટ અધ્યવસાય, તે ભાવથી દુર્ગતિ છે.
ભાવદુર્ગતિ આશ્રવનાં દ્વારોમાં પડતા આત્માને આ ધર્મ જ અટકાવે છે, સંવરમાં લાવે છે.
અને
સંવ-સંયમભાવથી આવે.
સંયમ એટલે ?
પરમાત્માની આજ્ઞાના ખીલે આત્માને રાખે તે સંયમ.
એ સંસારત્યાગ સફળ ત્યારે જ થાય કે દુર્ગતિનાં કારણોનો ભાવથી ત્યાગ થાય. આપણે ચૂલો વિગેરે ન સળગાવીએ પણ અન્યને ન રોકીએ તો ભાવથી દોષ લાગે. કેમકે વૃત્તિ ગઈ નથી. આશ્રવના દ્વારે જતી વૃત્તિ અટકાવીને જિનાજ્ઞાના ખીલે બંધાઇ જવું તે સંયમ.
સંયમમાં સ્વતંત્રતા હોય; સંસારીની પરાધીનતાના કાયદા ન હોય, પણ સ્વચ્છંદતા તો ન જ હોય.
સ્વચ્છંદતાના દોષને ટાળવા ગુર્વજ્ઞા-ગુરુનિશ્રા તો જોઈએ જ. ગુરુનિશ્રા યોગ્યતા
ઘડે છે.
યોગ્યતા એટલે મોહનીયમાંથી છુટકારો. દરેક આરાધનાની પાછળ એજ લક્ષ્ય હોય-મારે મોહનીયથી છુટવું છે. રાગ-દ્વેષ રૂપે મોહનીય અનાદિથી લાગેલું છે. રાગ = પૌદ્ગલિક ભાવનું ખેંચાણ.
*દ્વેષ = પૌલિકભાવના ખેંચાણમાં વિરોધાભાસ.
સંસારીને રાગ-કંચનાદિમાં (કંચન, કામિની, કુટુંબ, કાયામાં) વહેંચાયેલો છે. સ્ત્રીનો રાગ હોવા છતાં કંચન માટે પ્રયત્ન કરે.
જ્યારે સાધુ ત્રણે કક્કાનો ત્યાગ હોવાથી એ બધા રાગનો પ્રવાહ કાયામાં
પૌદ્ગલિક ભાવના ખેંચાણમાં વિરોધ થવો તે વૈરાગ્ય છે. દ્વેષમાં વિરોધ નથી, પરંતુ વિરોધાભાસ છે. બહારથી કંટાળો લાગે છે, પરંતુ માત્ર આભાસ છે. આંતરિક રાગ પડેલો છે.
વાચના-૫
૨૦.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org