________________
સવારમાં ઊઠતાં જ ‘ચારિત્ર શા માટે લીધું ? વિં ર્તવ્યું ! વગેરે'' વિચારવું.
ચારિત્ર એ ઝવેરીની દુકાન છે. એક ઝવેરાત પણ ઓળખાઇ જશે તો જીવનનું દારિદ્રય ફેટઇ જશે. ‘‘ચારિત્રી અવશ્ય મોક્ષ પામે જ. અન્યથા વૈમાનિક માં જ જાય'' આપણે અંતરમાં દૃષ્ટિ કરીએ તો ખબર પડે કે નિર્ગોદમાં પણ જગ્યા મળશે કે કેમ ? ગૃહસ્થપણા કરતાં અહીં વિષય કષાય પ્રમાદ વધ્યા કે ઘટવા ? અંતર તપાસવાથી ખબર પડે. કદાચ દોષ સેવવો પડે તો હૈયે ડંખ હોય છે ? તે જાતે તપાસવાની જરૂર છે.
ઘરમાં શાક વિના ચલાવી લેવાની વૃત્તિ હતી, અહીં જરાક ઓછું આવે તો મન દુભાઇ જાય, આ મોહનીયની પ્રબળતા વધી કે ઘટી ? સારી ગોચરી, પાણી-હવાઅનુકુળતાની જ વાત હોય તો તે સંયમજીવનમાં કેમ ચાલે ? અધાતી કર્મની પળોજણમાં જ જીવન પૂર્ણ થાય, અને જીવનમાં ધાતીકર્મના ક્ષયની વાત ન હોય તો કઇ ગતિ થશે ? આથી કર્તવ્યને નજર સામે રાખી જાગૃત રહેવાનું છે. તે માટે પંચપરમેષ્ઠિની કૃપાનું બળ મેળવવાનું છે, આથી જાગૃત થતાં જ નવકારનો જાપ કરે.
‘‘જિનાજ્ઞાની વફાદારીમાં ખામી તે પ્રમાદ ચૌદ પૂર્વધારી પણ પ્રમાદમાં ફસાય તો અનંતોકાળ નિગોદમાં પસાર કરવો પડે.'' આ વાત નજર સામે રાખી સામાચારી પાલનમાં સતત જાગૃતિ રાખવાની છે. ‘જો ચૂક્યા તો આપણું શું થશે ?' એમ વિચારી નિદ્રાદિ પ્રમાદભાવને દુર કરવાનો છે. નિદ્રા પણ પાંચ પ્રકારની છે. શ્વાન નિદ્રાવસ્ સૂવે-ઉધ ઓછી હોય, ગહેરી ન હોય. આ સ્થિતિ શ્વાનને જાતિ સ્વભાવથી હોય છે. આપણે પ્રયત્ન કરી ઉપયોગપૂર્વક નિદ્રા ઓછી કરવાની છે. ઊઠતાં કોઈ કંટાળો ન આવે. સુખેથી જાગી જવાય તે ‘નિદ્રા.’ ઉઠતાં કંટાળો આવે ઊઠ્યા પછી પણ ઘેન રહે તે બીજો પ્રકાર ‘નિદ્રા-નિદ્રા’. ઉભા-ઉભા ઉંઘ આવે તે ‘પ્રચલા.’ તેથી પણ કર્મોદયની પ્રબળતા હોય તો ચાલતાં-ચાલતાં પણ ઊંઘ આવે આને ‘પ્રચલા-પ્રચલા' કહેવાય. જ્યારે દિવસે જાગતાં વિચારેલું કામ રાત્રે ઊંધમાં કરીલે તેને ખ્યાલ પણ ન હોય આ થિણધ્ધી નિદ્રાનો પ્રકાર છે. આવી નિદ્રાવાળાને દીક્ષામાં રખાય નહીં. પ્રમાદમાત્ર સાધુજીવન માટે નુકસાનકારક છે.
સવારે સાધુ ``પમિટ્ટિ નમુવાર પમળતો’’ નવકાર ગણતો ગાતો જાગે. ઉઠતાં નવકાર ગાવાનો પ્રયત્ન ન હોય. પરંતુ સાધુની પરિણતિ જ એવી થઈ ગઈ.
વાચના ૪
Jain Education International
For Private & Personal Use Only
૨૬
www.jainelibrary.org