________________
દીક્ષા શા માટે ?
ચારિત્ર મોહનીયના ઉદયથી છૂટવા માટે દીક્ષા છે. આ ભાવના રોજ અંતરથી ભાવવાથી તપ, વૈયાવચ્ચ, સ્વાધ્યાય વગેરેનું પાલન થશે. માટે લક્ષ્ય કેળવવાની ખાસ જરૂર છે.
જીવનમાં આજ્ઞાનું પાલન ન થાય ત્યારે હૈયામાં ડંખ રાખવો. રાત્રિના છેલ્લા ચોથા પ્રહરે સાધુએ જાગવાની આજ્ઞા છે. સાધુ બે પ્રહર નિદ્રા લે. તે દ્રવ્યથી નિદ્રા લે. ભાવથી તો સતત જાગતો હોય.
બે પ્રહર પછી સાધુ દ્રવ્ય-નિદ્રાનો ત્યાગ કરે. તે પણ કેવી રીતે ? સાધુને સતત પરમાત્માની આજ્ઞા-સ્મરણ અધ્યવસાયોની રમણતા હોય જ. આથી સાધુ ઊઠે તો ``પરમેટ્ટિ ળમુવારો મળતો’“ નવકાર બોલતો..બોલતો ઉઠે. સાધુને ઉંધમાં કોઇ બોલાવે તા ‘‘હા’’ ન કહેતાં શ્રીપાલની જેમ ``ખમો અરિહંતાj’’ યાદ આવે.
પણ
શ્રીપાળ વગેરે આરાધક આત્માનું જીવન સાંભળી આપણને ફળ ગમે છે. ફળનાં કારણો નથી આચરતાં.
આજ્ઞાની વફાદારીના માધ્યમે જિનશાસન રોમે-રોમે વણાઈ જાય તો આવા પ્રભુ સ્મરણના સાતત્યની પરિસ્થિતિ સહજ બને.
પંચપરમેષ્ઠિ ભગવંતો જીવનનો પાયો છે. ઘાતીકર્મોનો મૂળમાંથી નાશ ક૨વા આ ઓધો લીધો છે. એની વફાદારી પંચપરમેષ્ઠિની તન્મયતા વિના ટકશે કેવી રીતે ? પંચપરમેષ્ઠિનું બળ હશે તો જ આ વફાદારી ટકશે. પંચપરમેષ્ઠિ જ ત્રાણ રક્ષક છે. શ્રેષ્ઠ આલંબન છે. સંસારનું આલંબન ખોટું છે. ઘાતીકર્મ એ તો આત્મગુણોનો શત્રુ છે. એ શત્રુનો ક્ષય કરવા નમસ્કાર મહામંત્ર છે. શ્વાનવૃત્તિ છોડી દઈ સિંહવૃત્તિ પ્રાપ્ત કરવા માટે પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવાનો છે. અશુભ નિમિત્તો મળતાં આર્તધ્યાન ન થાય, પણ આત્મામાં સ્વકેન્દ્રીય બનાય તે માટે શ્રી નવકાર મહામંત્ર છે. આર્તધ્યાનથી આશ્રવ થાય છે. સંવરભાવ એ નફો, આશ્રવભાવ એ નુકસાન છે. આ નુકસાનથી બચવા માટે સવારે ઊઠી. જાપ કરે. નવકારવાળી ગણતાં વાતો ન કરે અને નવપદના ૬૮ અક્ષરોમાં ઓતપ્રોત થાય. ‘નવકાર એ જ ત્રાણ-રક્ષક છે, તારક છે, કર્મબંધથી છોડાવનાર છે.’’ એ દૃષ્ટિથી નવકાર ગણી મોહનીયનો ઉદય ઘટે તે માટે પુરુષાર્થ કરે. મોહના ક્ષયોપશમ વિના સાચી સમજણ જચતી નથી. તે સમજણ-ભાવ કેળવવા
વાચના-૪
Jain Education International
For Private & Personal Use Only
૨૫
www.jainelibrary.org