________________
આચાર્ય ભગવંત સૂરિમંત્રનો જાપ ત્રીજા પ્રહરે કરે, અને ચોથા પ્રહરમાં સુવે. બીજા બધા સાધુ ચોથા પ્રહરમાં સ્વાધ્યાય કરે. સૂર્યોદયની બે ઘડી બાકી રહે ત્યારે આચાર્ય ભગવંત જાગી જાય પછી બધા સાધુ ભગવંત પ્રતિક્રમણ કરે.
દરેક સાધુ પશ્ચિમયાને“=રાત્રિના છેલ્લા પ્રહરે જાગે. વ્યવહારચૂર્ણમાં છે કે ત્યારપછી ચોથા પ્રહરમાં સંથારો પાથરી રાખે તો દોષ લાગે, પ્રમાર્જના કરીને સંથારો વાળી દે. સંથારામાં બેસી રહેવાનો કે સૂઈ રહેવાનો પણ દોષ છે. કદાચ ગ્લાનિ હોય તો ગુર્વાજ્ઞા લઇને આસન પર સુવે. અતિશય ગ્લાન હોય તો ગુર્વાજ્ઞાથી અપવાદે સંથારો વાપરે, તે સીવાય ચોથા પ્રહરે સંથારા પર સૂવે તો મહાદોષ છે. સમાચારીથી અજ્ઞાત છીએ, માટે પાલનમાં ખામી આવે છે છેલ્લા પ્રહરે સુવાય જ નહીં, બીજા-ત્રીજા પ્રહરે સુવાનું જ છે.
આજ્ઞાપાલન-મર્યાદા ખૂબ જ મહત્ત્વની વસ્તુ છે. મતિકલ્પના પ્રમાણે પ્રવૃત્તિ આચરણા ન કરાય. શિસ્તના આધારે જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ચાલવું તેમાં પ્રમોદાગ્નજરાય.
ચૌદપૂર્વધારી આત્માઓ પણ નિદ્રાદિ પ્રમાદને વશથી નિગોદમાં અનંતો કાળ કાઢે છે. (જોકે બધા માટે એવું નથી, કારણ અગિયારમા ગુણઠાણથી પતન પામવાનાં કારણો બે છે :
(૧) અદ્ધાલય અને (૨) ભવક્ષય.
જો દેવાયુ બાંધીને ઉપશમશ્રેણિ પ્રારંભે તે અગિયારમા ગુણસ્થાનકે ભવક્ષયે મરે. પણ આરાધનાનું બળ કેળવીને આઠમે અપૂર્વકરણ કરે આ અપૂર્વકરણ કુલ બે વાર કરે.
(૧) દર્શન મોહનીયની ગાંઠ તોડવા અને (૨) ચારિત્ર મોહનીય તોડવા.
આમ બે વાર અપૂર્વકરણ થાય. અહીં ક્ષાયિકભાવના ક્ષયોપશમની વાત છે. બીજા ભેદ એમાં સમાઈ જાય છે...
ક્ષપકશ્રેણિમાં જ ખરું અપૂર્વકરણ કરે. ત્યાં સંજવલનના લોભની અસંખ્ય કીટ્ટી કરે, અને ઉપશમ કરે. થપક શ્રેણિવાળો તો આત્મ ઉલ્લાસથી ક્ષય જ કરે. '
અગિયારમે ઉદયાગત મોહ ન હોય. પણ સત્તાગત મોહ હોય. ગટરના ડહોળાં પાણીમાં ફટકડી નાંખી હોય, તેથી તે પાણી સ્વચ્છ લાગે, અને ગંગાનું પાણી પણ સ્વચ્છ લાગે છતાં બન્ને પાણી વચ્ચે તફાવત છે. પેલા ફટકડીવાળા પાણીને હલાવો
વાચના-૪
જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org