________________
તો અશુદ્ધ થાય. અગીયારમે ગુણસ્થાનકે ફટકડીવાળાં પાણી જેવી સ્થિતિ હોય છે. ચૌદ પૂર્વધારી વિશાળ શ્રુતજ્ઞાનની સમૃદ્ધિના સ્વામી હોવા છતાં અગ્યારમે ગુણસ્થાનકે અંતર્મુહુર્તના પ્રમાદના કારણે પતન થાય. અગિયારમે ગુણસ્થાનકે ક્યો પ્રમાદ હોય ?
અગિયારમે ગુણસ્થાનકે ભાવ પ્રમાદ હોયઅજ્ઞાન, અનાદ૨, સંશય, વિપર્યય, મિથ્યાત્વના કારણે મન, વચન, કાયાથી આજ્ઞાનું પાલન ન કરવું. તે છતી શક્તિએ આજ્ઞા ન પાળે તે મહાદોષ છે.
લોભ એ પ્રમાદના પેટા ભેદ છે.
લોભના ટુકડા કર્યા, એની પણ કીટ્ટી કરી. આવી સ્થિતિમાં શું એમને ગોચરી વસ્ત્ર પર મોહ હશે ?
ના...ના...
‘સંવર ઉપાદેય છે. આશ્રવ સર્વથા હેય છે.'' જે આજ્ઞાનો ધ્રુવ તારક છે. આજ્ઞાનો આદર્શ છે. આ સિદ્ધાંત એમના જીવનમાં છે. આત્મસાત્ થયેલ છે. છતાં લોભના ઉદયથી મુહપત્તિ, ઓઘામાં, સામાન્ય રેખા જેવો ચમકારો ઉત્પન્ન થાય. (આપણી જેમ ગાઢ રાગ નહીં) બસ અહીં જ સંજ્વલન લોભનો ઉદય થાય. (કમ્મપયડી) અને
પતન થાય.
ઝવેરીનું નુકસાન મોટું છે. શાકભાજીવાળાને નુકસાન સામાન્ય છે. આપણને પાઇનું નુકશાન છે. ભલે તે સામાન્ય છે, પણ તે ચલાવી લેવાય નહીં. પાઈ-પાઈ જાળવે તો રૂપિયાના નુકસાનથી બચી શકે. આ નુકસાનથી બચવા મન-વચન-કાયાથી આપણે સતત આત્માનું પાલન કરવાનું છે.
આજ્ઞાનું પાલન ન કરવું તે જ મોટો પ્રમાદ છે. કાયાથી કદાચ પાલન ઓછું થાય, પણ વચનથી તો ‘‘આજ્ઞા એ જ સાર, આજ્ઞા પાળવી જ જોઇએ.’’ વગેરે કહે મનથી પૂર્ણ વફાદારી-તમેવ સર્ધ્વ નિસંયિં નો ભાવ સતત હૈયે રમતો હોય.
કાયાથી પણ શક્ય પાલન કરવું. આપણે આમાં ખૂબ જ શિથીલ છીએ. અને આપણી શિથીલતાને છુપાવવા આપણે જ કાળ-ક્ષેત્રના નામે ઢાંક પિછોડી કરી આજ્ઞાનું ઉલ્લંધન કરીએ છીએ. ખરેખર ! આજ્ઞા જ આચરવા / પાળવા યોગ્ય છે.
વાચના-૪
Jain Education International
For Private & Personal Use Only
૪
www.jainelibrary.org