________________
@
વોરિ મુળી... શા અનંત ઉપકારી શાસન નાયક શ્રી મહાવીર પ્રભુના શાસનને શોભાવનાર પૂ. કાલકાચાર્ય ભગવંતની પરંપરાના પૂ.આ. ભાવદેવસૂરિજી મ.એ રચેલ “શ્રી યતિદિનચર્યા : ગ્રંથને અનુલક્ષી પૂ. મહિસાગરસૂરિજી મ.એ વૃત્તિ બનાવી તે ગ્રંથની વાત ચાલે છે.
જાગ’ શબ્દ સાપેક્ષ છે. આજ્ઞાપૂર્વક, વિધિપૂર્વક, દ્રવ્યથી સૂતા હોવા છતાં ભાવથી સાધુ સતત જાગૃત જ હોય છે.
ટ્રિા વા રાગો વી, પરમાત્માની આજ્ઞા મુજબ જ જયણાપૂર્વક પ્રવર્તનાર સાધુ દિવસ હોય કે રાત્રિ હોય, પણ ભાવથી જાગૃત જ હોય. અહીં ગ્રંથકાર ગાવું શબ્દથી દ્રવ્ય જાગૃતિની વાત કરે છે.
બૃહત્કલ્પમાં છે કે પૂર્વના મહાપુરુષો રાત્રે પણ જાગૃત હોય. સમુદાયમાં બાળ-વૃદ્ધ-ગ્લાન-તપસ્વી-ગીતાર્થ-આચાર્ય-અવચ્છેદક વગેરે બધી જાતના સાધુ હોય. સાંજે સૂર્ય અડધો ડૂબે ત્યારે *માંડલા આવે અને સવારે કાજા વખતે સૂર્ય અડધો બહાર હોય તે રીતે રાઈ પ્રતિક્રમણ થાય...મંડલ= ક્ષેત્ર, પરઠવવાની ભૂમિ જોવાની, ઉપાશ્રયથી વધુ દૂર, મધ્યમાં કે નજીકમાં પરઠવે. તે પણ શાસનની નિંદા, લઘુતા ન થાય એમ પરઠવવું.
* “સૂર્ય અડધો ડૂબે ત્યારે વંદીતુ આવે”. આ વાત શ્રાવકો માટે હોય તેમ જણાય છે. જ્યારે સૂર્યાસ્ત સમયે માંડલા આવે તે વાત શ્રમણ પ્રતિક્રમણ વિધિ અંગે છે. આથી શ્રાવક-સાધુના પ્રતિક્રમણનો સમયભેદ (ભિન્ન) થાય છે. સાધુ અને શ્રાવક જુદા જુદા પ્રતિક્રમણ કરે, તે પરંપરા આજે પણ અચલ ગચ્છમાં જળવાઈ રહી છે. સ્થાનકવાસી સંપ્રદાયમાં પણ આની અસર આજે પણ જોવા મળે છે.
-સંપાદક.
વાચના-૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org