________________
બરાબર નથી લાગતું.
કેમકે “Eico" એલો = પરાવર્તન કરે. છ ડીગ્રી તાવને ત્રણ ડીગ્રીમાં લાવે પણ દર્દ મટાડવાની તાકાત એનામાં નથી જ.
રાત્રે સાધુને પોરિસી પછી ઉંઘ ન આવે તો જાપ કરે. પણ પોરિસી પછીનો જાપ લક્ષબદ્ધ ન હોય. માત્ર ગણતરી વગર સ્મરણ રૂપે જાપ કરે. જેથી નિદ્રા આવી જાય. આ સર્વ સાધારણ નિયમ છે. કોઈ વિશિષ્ટ આત્મા ધ્યાન કરે, પણ સર્વ નહીં. પોરિસી પછી સ્વાધ્યાય ન કરાય, કદાચ કરે તો તે આલોચનામાં તો ન જ ગણાય. પોરિસી પછી વાતો ન કરાય, વાતો કરનાર મહાદોષિત છે. એમ “જિતકલ્પ' અને
વ્યવહાર સૂત્રમાં છે. “શ્રી મહાનિશીથ સૂત્ર'માં છે કે-રાત્રે નિદ્રા ન આવતી હોય તો નવકારમંત્રનો જાપ કરે; તો તરત જ નિદ્રા આવી જાય. તે જાપ પણ સ્પષ્ટ ઉચ્ચારપૂર્વક (મંદસ્વરે) નવકાર બોલે. આ ઉંઘ માટેનો પ્રયાસ નથી, પણ જિનાજ્ઞા છે. સામાન્ય રીતે સાધુએ બીજા-ત્રીજા પહોરમાં સંથારો કરવો એ જિનાજ્ઞા છે.
સમય થતાં નિદ્રા આવવી જ જોઈએ, અન્યથા દોષ છે. ગીતાર્થ સિવાય બીજાની બે પ્રહરની નિદ્રા હોય એમ બૃહત્કલ્પમાં છે. ઉપાશ્રયમાં બધાં જ સૂતા હોય એવું ન બને. સર્વ સાધુ સૂઈ જાય તો પણ ગીતાર્થ જાગૃત રહે.
ગીતાર્થ કોણ ? ભગવંતની આજ્ઞા-શાસ્ત્રને જીવનમાં તાણાવાણાની જેમ વણી લે તે ગીતાર્થ.
"કર્થ ગીત-થતું, પથ્થત-ધિરાતે મુક્તિત્ત્વ ચેન તિ તા.”
અર્થાત્ કહેલા મુક્તિ તત્વને જાણે તે ગીતાર્થ જેનાથી આત્મા કર્મબંધનથી છૂટે. મોક્ષમાર્ગે આગળ વધે તે ગીતાર્થ અર્થ એટલે પૈસો એમ સમજવાનું નથી; અહીં તો અર્થ એટલે શબ્દનો અર્થ એમ સમજવાનું છે. ગીતાર્થ શબ્દમાં સૂત્ર અર્થ ન કહેતાં ગીત-અર્થ કહ્યા છે કેમકે –
ગીતમાં માત્ર મોઢાથી બોલાતા શબ્દો-અક્ષરો નથી હોતા. પદ્ધતિ તાલ-સંગીતથી શબ્દને આખા શરીરમાં રમાડે છે. તેમ ગીતાર્થ ભગવંતને મોક્ષમાર્ગની પ્રાપ્તિનો માર્ગ સમજાઈ ગયો છે; તે પણ માત્ર પોપટિયું જ્ઞાન નહીં; પણ “અર્થ-ગીત એટલે શાસનવ્રુતનો એદંપર્યાય અર્થ અંતરમાં આત્માના પ્રદેશ પ્રદેશે રમી રહ્યો હોય તે ગીતાર્થ'' એમ જણાવવા ગીત-અર્થ કહ્યા.
વાચનJ-3.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org