________________
“મસ્જિદનાં દીવો નહીં અને ઉપાશ્રયમાં ફાનસ નહિ'
સમિતિ-ગુપ્તિ-જ્ઞાન વગેરેનો પ્રકાશ હોય તો પેલા સ્થૂલ પ્રકાશની શી જરૂર છે ? એ પ્રકાશ ઓછો હોવાથી જ આપણને ફાનસની જરૂર પડે છે.
ઉપાશ્રયના અંધકારમાં મારાઓ છુપાયા છે. આચાર્ય મ. ની ઉંધમાં પણ થતી પ્રમાર્જના જોઇને મારાઓના અંતરમાં પ્રકાશ થાય છે. “આવા નાના નાના જીવોની ચિંતા કરનારને આપણાથી મરાય કેમ ? દુશ્મનના હૈયાને ઢીલાં કરનાર એ મહાત્માની જયણા કેટલી ? મુનિ ભગવંત જાગૃત દ્રષ્ટિવાળા હોય. સતત આજ્ઞા-સામાચારીના પાલનથી કર્મ નિર્જરાનું લક્ષ્ય દ્રષ્ટિ જાગૃત હોય. પરંતુ તે અધ્યાત્મ-સામાચારી વિગેરેનું જ્ઞાન મળ્યું હોય તો દ્રષ્ટિ જાગૃત બની શકે.
આજે દીક્ષાર્થીને સંયમની સામાચારીનું જ્ઞાન કેટલું અપાય છે ! આના જ કારણે વડીલોની વૈયાવચ્ચમાં અહોભાવ ક્યાં છે ?
સંયમનું લક્ષ્ય ઓછું થયું છે. સારી ગોચરી આપે, આળ-પંપાળ કરે તે ગુરુદેવ સારા, તેમના પ્રત્યે બહુમાન, તે સિવાય કાંઇ ગુરુ પ્રત્યે બહુમાન નથી. અંતરની ખબર પૂછનાર ગુરુની ભક્તિ કેટલી થાય છે ? અંતર દ્રષ્ટિ જાગૃત કરવાની ખૂબ જ જરૂર છે. કેમકે...
શાસનમાં યોગ-યોગે નિર્જરા છે. સાધુને માત્ર ભણવાનું લક્ષ્ય ન હોય. વડીલોની ભક્તિ બહુમાન પણ કરે.
પૂર્વના મુનિઓ કેટલા અપ્રમત્ત હતા ? સાંજે પ્રતિક્રમણ પછી એક પ્રહર (પોણો પ્રહર) સ્વાધ્યાય ચિંતન કરે. પછી સંથારા પોરિસી ભણાવે આ પોરિસી પછી સાધુ સ્વાધ્યાય કરે તો પ્રાયશ્ચિત આવે.
સાધુ પોરિસી ભણાવી સંથારો કરે તે સમયે નિદ્રા આવે જ. પોરિસી પછી નિદ્રા ન આવે એ ખાવાની ગરબડ છે. આહારની ગરબડના કારણે નિદ્રા અનિયમિત થાય. તથા રોગો થાય સાધુ વર્ગે “ચરકસંહિતા” નું ત્રીજું અધ્યયન ભણવાની જરૂર છે. જેથી નૈમિત્તિક રોગોથી બચી શકાય. આજે દવાખાનામાં સાધુ-સાધ્વીની ભીડ થાય, એમાં આપણું સ્ટાન્ડર્ડ શું રહ્યું ? જગતના જીવોને વ્યાખ્યાન આપનાર સાધુ આમ દવાખાને જાય ? “આહારની અનિયમિતતા પણ ન કેળવે, અને કર્મોદયને પણ સહન ન કરે.” તેને સાધુ કહેવાય ? આજે આપણામાંની કેટલાક એલોપથી દવા તરફ વળ્યા છે એ
વાચના-૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org