________________
આગમ શબ્દમાં મા + + ઘાતુ છે. ન = મર્યાદાપૂર્વક
T-જાણવું. અર્થાત્ વિનય મર્યાદાપૂર્વક ગુરુચરણોમાં બેસીને પ્રાપ્ત કરવું તે આગમ. ભાષાન્તર વિગેરે વાંચીને હોંશિયાર (?) થવાવાળા કે કરવાવાળાનુ જે શ્રુત તે શ્રુત કહેવાય. આ રીતે હોંશિયાર થવાની વૃત્તિ એ યોગ્ય નથી. શ્રત કરતાં આગમ મહત્ત્વનાં છે.
આ યતિદિનચર્યા' કહેવામાં ગ્રંથકારના હૈયામાં કોઈ શલ્ય નથી. “શુદ્ધ સામાચારીની જાણકારી થાય તો ભવભીરુ આત્માઓ આત્મકલ્યાણના માર્ગે આગળ વધી શકે.” આ કરુણા બુદ્ધિ એમની છે.
સત્યમાર્ગના સંસ્થાપક સંવેગી સાધુઓ હંમેશા કોઈના શિથિલાચારની સામે પડકાર કરવા માટે કે સ્વાભિમાન, ગર્વ માટે કહેતા નથી. જગતના જીવોના ઉપકારની દૃષ્ટિથી આ ગ્રંથરચના હોવાથી ગ્રંથકાર ભાવસૂરિ મ.એ ગાથામાં “શુદ્ધભાવેન' કહ્યું છે. પરમાત્માના શાસનના શ્રુતમાંથી જ ઉધૃત કરેલ આ સામાચારી ગ્રંથના અધ્યયન દ્વારા હિતકારી સામાચારી જાણી-સમજી આચરણ કરે અને આત્મવિશુધ્ધિના માર્ગે આગળ વધી પરંપરાએ મોક્ષપદને પામે તેવો મંગલ આશય ગ્રંથકાર ભાવદેવસૂરિ મ.નો છે, તેમ સ્પષ્ટ જણાય છે.
આટલી મંગલ આદિ ભૂમિકા બાદ સામાચારીને જણાવવાની શરૂઆત કરે છે. સાધુ સવારે ક્યારે જાગે? જાગવું એટલે શું? અને જાગીને સાધુ શું કરે તે અધિકાર અગ્ર વર્તમાન.
વાચના-૨
-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org