________________
સામાચારી અનેક હોવા છતાં મુખ્યત્વે ત્રણ પ્રકારની છે. ૧) ઓઘ સામાચારી ૨) દશવિધ સામાચારી ૩) પદવિભાગ સામાચારી
૧) “સામાન્ય આટલું તો કરવું જ'-એ ઓઘ સામાચારી છે. આ સામાચારી ઓઘ નિયુક્તિમાં છે. - ૨) દશવિધ સામાચારી બે પ્રકારે છે. ઇચ્છા મિચ્છાદિક દશવિધ તથા ચક્રવાલ દશ વિધ.
ઇચ્છાકાર, મિચ્છામિ દુક્કડ વિગેરે કાર્ય પડે પાલન કરવાની દશ પ્રકારની સામાચારી તે ઇચ્છામિચ્છાદિક તથા આવશ્યક પડિલેહણ વિગેરે જ એક પછી એક એમ ક્રમથી (ચક્રની જેમ) ચાલ્યા કરે તે ચક્રવાલ સામાચારી આ બન્ને દેશવિધ સામાચારી છે.
૩) ઉત્સર્ગ-અપવાદનું જ્ઞાન તથા પાલન તે પદવિભાગ સામાચારી.
આ બધીજ સામાચારી- સંયમના હિતરિત. સાધુઓને હિતકારી છે. આ સામાચારીનું પાલન જ આશ્રવને અટકાવવા દ્વારા સંવર અને નિર્જરામાં પરિણામ પામે છે.
નેગેટિવમાં આશ્રવ ત્યાગ અને પોઝિટીવમાં સંવર છે. નવાં કર્મોને અટકાવવા દ્વારા હિત સાધે તે સાધુ.
સંયમી ઊઠતાં જ આશ્રવોનું સેવન ન કરે; પરંતુ નિર્જરાના ઉત્કૃષ્ટ કોટિના સાધનરૂપ પરમેષ્ઠિ ભગવાનનો જાપ કરે; પછી પણ સંવરાદિનાં કાર્યો કરે, કેમકે સામાચારી તે રીતે ગોઠવાયેલી છે. આમ સામાચારી સાધુઓને હિતકારી છે.
પ્રશ્ન : આ ગ્રંથના પ્રારંભે મંગલરૂપે વીપ્રભુને નમસ્કાર કેમ?
ઉત્તર : પરમાત્મા વીર પ્રભુના શાસનમાં આપણે છીએ. પુનઃ વીર પ્રભુનું જીવન આપણા જીવનમાં વિશિષ્ટ પ્રેરણા આપે છે કે “સંયમ સિંહની જેમ લે અને સિંહની જેમ પાલન કરે.” કેમકે થોડા સમયમાં વધુ ને વધુ પામવું છે. સંયમમાં કર્મો ખતમ કરવાની તાકાત છે. અને એ તાકાત મેળવવા માટે “વીર’ને નમસ્કાર છે.
પ્રશ્ન : ગ્રંથકાર શ્રી ગ્રંથમાં વર્ધમાન' નામ ન મૂકતાં વીર’ કહી, વીર શબ્દ કેમ મૂકે છે ?
ઉત્તર : વિ + {ર ધાતુ છે.
વાચના-૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org