________________
જ્ઞાની ભગવંતની આજ્ઞાને અમલમાં મૂકી રાગાદિ દૂર કરવા એ જ શાસનનો, સંયમનો સાર છે.
સંસારમાં કોઈપણ ચીજ દ્વારા ગમે તે ક્ષેત્રે પ્રવીણતા પ્રાપ્ત કરી શકે, પણ શાસનમાં સંયમ જ મુખ્ય છે.
સંયમ એટલે “આપણી વૃત્તિઓને ભગવાનની આજ્ઞા સાથે બાંધવી.”
નિમિત્તા પલટાવવાથી જાગૃતિ રહે છે. માટે જ શાસનમાં વેષની મહત્તા છે. માત્ર વેષ જ નહી બદલવાનો, સંસારી નામનું નિમિત્ત પણ બદલવાનું છે, બધું જ નવું સંયમમાં બધાં જ નિમિત્તોને ફેરવી નાંખવાનાં છે. સંસારી ઊઠતાં જ સંડાસમાં જાય, જ્યારે સંયમી પ્રભનું સ્મરણ કરે. એમની ચર્યા જ જુદી છે.
મોહનીયની ગટર સાફ ન થાય તો પ્રભુનું આગમ-શ્રુતજ્ઞાન શું કરશે ? અષ્ટ પ્રવચન માતાનું પાલન, આજ્ઞાની વફાદારી ન હોય તો મોહનીય દૂર ન થાય. વફાદારીની જીવનમાં પક્કડ લાવવા પરમાત્માની આજ્ઞાની ભાવુકતા ઉત્પન્ન કરવી. - 1
ગંગાનું પાણી ગટરમાં મળતાં તદ્રુપ-ગંદુ થાય. તેમ મોહનીય ગટરના ગંદાં પાણીમાં ઉપરોક્ત (કૃત) ગંગા પ્રવાહથી શું થાય ?
મોહનીયનાં પડલોથી આત્મા પૂર્ણ અવરાયેલ હોવા છતાં આત્મા તદવર્તી (ગુર્વાજ્ઞાનુવર્તી) સામાચારીના પાલનથી વિકાસ સાધી શકે છે. માટે જ પૂ. મહિસાગરા મ. તરવર્તિ પદ દ્વારા પોતાનું વિશેષણ મૂકીને પૂર્વાચાર્ય (પૂ. ભાવદેવસૂરિ મ.)ની શાસ્ત્ર પરિકર્મિત મતિને અનુસરવાનું સ્પષ્ટ જણાવે છે. સામાચારીના પાલનથી તેઓના જીવનમાં નમ્રતાનો ગુણ ઉત્પન્ન થયેલો છે. આથી પોતે સમર્થ હોવા છતાં ગ્રંથકાર પોતાની લઘુતા બતાવવા 'પs” (મતિસાગર) મૂકે છે. આ ગ્રંથમાં કેટલાય આગમોની સાક્ષી છે.
વીર નUિT વિUT... (૧) મૂળ ગાથા.
પૂ. આ. ભાવદેવસૂરિ મ. ગ્રંથની શરૂઆતમાં મંગલાચરણ રૂપે વીપ્રભુને નમસ્કાર કરી સામાચારી જણાવે છે.
સામાચારી એટલે શું ?
'સચ મર્યતે–પ્રિયતે તિ સામાવરિ'' જે સમ્યગૂ રીતે આચરણ કરાય તે સામાચારી કહેવાય.
સચ = (૧) – જે હોય તે રીતે કરવું તે. વાચના-૨
ક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org