________________
જ્ઞપ્તિ = જ્ઞાન પવૃત્ = સ્થાનને કરનારા
કેશી ગણધર આપણા દર્શન, જ્ઞાન અને ચારિત્ર ગુણના સ્થાનને પ્રગટ કરનાર છે.
પ્રદેશીરાજાના જીવનમાં ચારિત્ર મોહનીય તથા દર્શન મોહનીયનો પ્રબળ ઉદય હોવા છતાં કેશી ગણધર મહારાજાએ પ્રયત્ન દ્વારા એનો ક્ષયોપશમ કર્યો, અને ૧ર વ્રતધારી શ્રાવક બનાવ્યો. શ્રાવક બની એવી આરાધના કરી દર્શન શુદ્ધિ કરી કે એણે મરતી વખતે અપરાધીનું પણ પ્રતિકૂળ ન ચિતવ્યું. ભવાંતે રાજા દેવલોકમાં જાય છે. આમ કેશી મહારાજા દર્શન-જ્ઞાન-ચારિત્રની સાથે સાથે સ્વર્ગની સંપત્તિના દાયક હતા...તેઓની સ્મૃતિથી મોહનો ક્ષયોપશમ થાય. આથી જ મતિસાગરજી મ.એ તેઓની સ્તુતિ કરી છે.
શ્રી પાર્શ્વનાથ ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન તથા શ્રી કેશી ગણધરની સ્તુતિ કરી. મતિસાગર મહારાજ આ ગ્રંથની વ્યાખ્યા કરે છે. આના દ્વારા માત્ર શબ્દાર્યાદિનું જ્ઞાન નહીં પણ ઔદંપર્યાયનું જ્ઞાન મેળવવાનું છે.
શબ્દાર્થ-વાક્યર્થનું જ્ઞાન કદાચ વ્યાકરણથી મળી જાય; મહાવાક્યર્થનું જ્ઞાન કદાચ પંડિતો પાસેથી મળી જાય; પણ,
દંપર્યાયનું જ્ઞાન તો ગુરુચરણોમાંથી જ મળે.
“મોહનીય કર્મ ઘટાડવાના ઉદ્દેશથી આ કહેવાનું છે” તે ઐદંપર્યાય છે. સાધુની બધી જ પ્રવૃત્તિ મોહને તોડવા માટેની છે.
યત્ન કરે તે યતિ એ શબ્દાર્થ થયો.
પરંતુ...મોહને ઘટાડવાનો યત્ન કરે તે “યતિ' તે “દંપર્યાય અર્થ થાય. આપણે સુખ શાંતિ બોલીએ છીએ, માંગીએ છીએ પણ સુખ તાત્કાલિક હોય, પરંપરાએ પહોંચે તે શાંતિ કહેવાય. જીવનિકાયની રક્ષા કરવાથી સુખ-શાંતિ મળે છે. આ સામાચારીનું ફળ છે.
“સામાચારી' શબ્દમાં સન્ + 3ના ઉપસર્ગ સહિત ચર ધાતુ છે. સન્ = સમ્યગ્ એટલે મોહનીયના ક્ષયોપશમનું લક્ષ્ય ટકાવી રાખી,
= મર્યાદાપૂર્વક,
*--*
.
વાચન-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org