________________
ઋષિનું આપ્યું છે. 'ગધ-M7 સંતતિસાર રાત્રિ:અર્થાત્ પાપરૂપી પાણીના સમુદ્રને ખલાસ કરનાર અગત્ય મુનિરૂપ શાંતિનાથ પરમાત્મા છે. મોહનીય રૂપી સમુદ્ર અથવા ભાવપાપને પ્રભુ દૂર કરે છે.
- દરેક તીર્થકરોની આત્મશક્તિ સરખી હોવા છતાં અમુક કારણોથી અમુક પ્રભુની મહત્તા વધુ છે.
શાંતિનાથ પ્રભુના પુણ્યપરમાણુ ખૂબ જ સૌમ્ય છે. ઠંડીથી ગરમી દૂર થાય તેમ આ પ્રભુના નામથી સતત મોહનીય કર્મ શાંત થાય એવી અસર (વૈજ્ઞાનિક) છે. માટે જ સતત શાંતિ વિસ્તારવાની પ્રાર્થના ગ્રંથકર્તાએ શાંતિનાથ પ્રભુને કરી છે. શાંતિનાથ પ્રભુ શાંતિને કરનાર છે. તેવી ખ્યાતિ ધર્મી માણસો કે બુદ્ધિશાળી વ્યક્તિઓમાં પ્રસરેલી છે. “મોહનીય કર્મનો ક્ષયોપશમ તે ધર્મ અને મોહનીયના ઉદયમાં જ્ઞાનવરણીયનો ક્ષયોપશમ તે બુદ્ધિશાળી'. ધર્મી શ્રધ્ધાથી માને. બુદ્ધિશાળી તર્કથી માને, બન્ને જાતના વ્યક્તિ પ્રભુને શાંતિ કરનારા માને છે.
યત્રીમૂવું નામૃત્ પ્રમાનિધિમૃત્...ll3II,
ગ્રંથકારે સાપેક્ષભાવે. અહીં કેશી મહારાજની સ્તુતિ કરી છે. જેઓ ઉજ્જૈનીક નગરીના રાજકુમાર હતા. વિદેશી મુનિથી પ્રતિબોધ પામી જેન બન્યા હતા. વિદેશી મુનિના મુખેથી જ પૂર્વભવ સાંભળતાં જાતિસ્મરણ જ્ઞાન થયું. આથી વૈરાગ્ય પામી માતા તથા બીજા ૫૦૦ મુમુક્ષુઓ સાથે દીક્ષા લીધી હતી...જેમણે શ્વેતાંબિકા નગરીના પ્રદેશી રાજા વગેરે નાસ્તિકોને પણ શાસનના રાગી કર્યા હતા...એવા પ્રભાવશાળી ગણનાયક *કેશી મહારાજા હતા. મોહનીયની મર્યાદા તોડવા માટે આ સામાચારી ગ્રંથ છે. આથી આપણા ગાઢ મોહનીય કર્મને તોડવામાં સહાયક બનનારા શ્રીકેશી મહારાજને ગ્રંથના પ્રારંભમાં યાદ કર્યા છે. તેમનું સ્મરણ કરવાથી આપણું મોહનીય કર્મ ઢીલુ પડે છે. આ એમનો વિશિષ્ટ પ્રભાવ છે. આથી જ સત્સચવત્વ ગુણાતિજ્ઞપ્તિ પવૃત” એ વિશેષણ ટીકાકારે જણાવ્યું છે.
સત્સચવત્વ = સમ્યગ્દર્શન TUMતિ = ગુણોના સ્થાનભૂત ચારિત્ર તથા
જ આખા શરીર ઉપરવાળ (કેશ) હોવાથી તેઓશ્રીનું હુલામણું નામ કેશી’ મ. થએલું; મૂળનામતો બીજું હતું એવો ઉલ્લેખ ચાણસ્માના હ.લી. જ્ઞાન ભંડારની પ્રતમાંથી પૂજ્યશ્રીને પ્રાપ્ત થયેલ-સંપાદક
વાચના-૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org