________________ - 11 અત્યંત ભયંકર હતું. વળી એ સ્થાન ચોરોના સમૂહથી વ્યાપ્ત અને માંસભક્ષી પક્ષિઓ તથા રાક્ષસના કિલકિલાટ શબ્દથી પણ ભયંકર થઈ રહ્યું હતું. એ સ્થાન ચીતાની અગ્નિમાં નાંખેલા શ્યામ કેશના સંગથી નીકળતા ધૂમાડાની ગંધથી પલાયમાન સ્થાનેથી છવાયેલું હતું. વળી આ સ્મશાનમાં કોઈ જગ્યાએ પવનના જોરથી ચીતામાંની રાખ ઉડી રહી હતી, કોઈ જગ્યાએ મરેલા માણસના હાડકાં પહેલાં હતાં, એવા ભયવાન સ્થાનમાં મુનિ, આજિકા, શ્રાવક અને શ્રાવિકા એવા ચતુર્વિધ સંઘ સહિત શ્રી સુદત્તાચાર્ય પાસુક અને પવિત્ર શિલા ઉપર બિરાજ્યા અને મહા તપશ્ચરણ કરતા શરીરનું શોષણ કરતા હતા. . હવે એજ સ્મશાન સ્થળમાં જિનદિક્ષા પાળતા એક ભુલકયુગલ કામદેવનાશક પરમ ઈશ્વર-ગુરૂને જોઈ નમસ્કાર કરી તેમને પૂછીને ભિક્ષા માટે નગર તરફ જતા હતા. .. એ સુલકો વિવિધ લક્ષણયુક્ત ગાત્ર, પ્રહર્ષિત વદન, કમળદળ સમાન નેત્ર, જિનચરણોના ભકત, વિષયોથી વિરકત, જૈનધર્મમાં પૂર્ણ આસક્ત, પોતાના શરીરની કાંતિથી સૂર્યને પણ આચ્છાદિત કરતા, હાથમાં પાત્ર લઈને નગર તરફ જતા હતા, એવા સમયમાં નિર્મળ અને તીણ તરવાર હાથમાં લઈ પાપ કર્મ કરવામાં તૈયાર. રાજાના સિપાઈઓ ત્યાં આવી પહોંચ્યા. તેઓ આ બાળવયના ફુલકોને જે કહેવા લાગ્યા–“અહા ! હે બાળયુગલ ! ઉભા રહો ! તમારું મળવું ઘણું અઘરું હતું, તે હેજમાં ભળી ગયા.” એમ કહીને તેઓ ભુલકની પાસે ગયા અને ત્યાં દુ:ખનાશક, પાપવિઘાતક, સુંદર ગાત્ર અને લાવણ્ય પરિત શરીર સુલકને જોઈ સિપાઈઓ. . પરસ્પર વાત કરવા લાગ્યા. . . . . . . : : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust