Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૧૨.
નીતિ પર આ ધર્મે જે આશ્ચર્યજનક અસર કરી છે તે તરફ ધ્યાન આપ્યા સિવાય ઈશ્વરને નહિ માનનાર, કેવળ મનુષ્યપૂજા કરનાર અને કીડીમેડીનું પોષણ કરનાર તરીકે જૈન ધર્મની મેં નિંદા કરી છે. પણ જેમ વારંવાર બને છે તેમ માત્ર પુસ્તક દ્વારા મેળવેલા બહારના જ્ઞાન કરતાં ધર્મ સાથે ગાઢ સંબંધ એ જ તેની વિશિષ્ટતાઓનું દર્શન કરાવે છે અને એકંદર ઘણું જ અનુકળ વાતાવરણ ઉત્પન્ન કરે છે.” *
આમાં આશ્ચર્ય પામવા જેવું થોડું જ છે કે આવા અપૂર્ણ અભ્યાસના સીધા પરિણામે લાંબા વખત સુધી જૈનધર્મ પાશ્ચાત્ય વિદ્વાનોની દષ્ટિએ બૌદ્ધ ધર્મની એક શાખા મનાય. જૈનધર્મના સુંદર ત વિષે આવો બેટે ખ્યાલ હોવાથી પુરાતત્વના અભ્યાસની આ શાખા તરફ સધક વિદ્વાનોનું ધ્યાન ભાગ્યે જ ગયું. આમ થોડો સમય તે ચાલ્યું, પણ હવે તે જૈન ધર્મ એક સ્વતંત્ર ધર્મ તરીકે સિદ્ધ થઈ ચૂક્યું છે તેની ના પાડી શકાય તેમ નથી. આ માટે હૈ. યાકેબી અને ડે. બુહલર જેવા વિદ્ધનને ધન્યવાદ ઘટે છે.
આ બે સુપ્રસિદ્ધ વિદ્વાનના અવિરત પ્રયાસના પરિણામે જૈનધર્મ વિષેનું અજ્ઞાન દિન પ્રતિદિન દૂર થતું જાય છે. ડે. કેબીની “શ્રી ભદ્રબાહુના કલ્પસૂત્રની પ્રસ્તાવના અને શ્રી. મહાવીર અને તેના પુરગામી ૨ નામને વિદ્વત્તા ભરેલ લેખ અનુક્રમે ઈ. સ. ૧૮૭૯ અને ૧૮૮૦માં પ્રસિદ્ધ થયા હતા. તે ઉપરાંત ડ. બુહલરને “જેનોની હિંદી શાખા” એ લેખ જે ઈ.સ. ૧૮૮૭માં વંચાયું હતું એ સૌથી પહેલાં જૈનધર્મ વિષેનાં શાસ્ત્રીય, બુદ્ધિગમ્ય અને વિસ્તૃત વિવરણ હતાં. પ્રસિદ્ધ વિદ્વાનની કીર્તિ તેમ જ જે મહાન બુદ્ધિમત્તા અને તાત્ત્વિક સૂકમદષ્ટિથી તેઓએ આ વિષય ચર્યો હતે તેના પરિણામે આ અદ્ભુત ધર્મ તરફ વિદ્વાન યુરેપનું ધ્યાન આકર્ષાયું; અને જે કાર્ય તેમણે શરૂ કર્યું તે આજ દિન સુધી ચાલુ રહ્યું છે એટલું જ નહિ પણ તેનાં ઘણાં સુંદર પરિણામે પણ આવ્યાં છે. સભાગે આજે જૈનધર્મ પ્રતિની દષ્ટિમાં ખાસ તફાવત પડ્યું છે અને ભૂતકાળમાં જે જવલંત ભાગ તેણે ભજવ્યો છે તેમ જ જેણે જગતના અન્ય ધર્મો કરતાં જગતની પ્રગતિ, સંસ્કૃતિ અને સભ્યતાની વૃદ્ધિમાં જે અદ્વિતીય ફાળો આપ્યો છે તે દષ્ટિએ જગતના ધર્મોમાં તેનું યોગ્ય રથાન તેને મળવા લાગ્યું છે.
આ સંબંધમાં મી. સ્મીથ કહે છે કે “બૌદ્ધ ધર્મ કોઈપણ કાળે સમગ્ર ભારતના પ્રચલિત ધર્મ તરીકે હેવાનું શંકાસ્પદ છે” અને તેથી જ ઘણા લેખકે લખેલા બૌદ્ધ ભારત એ નામને જાડું અને ભૂલાવામાં નાંખે એવું એ ગણી કાઢે છે. તેમનું એમ પણ કહેવું છે કે “બ્રાહ્મણ ધર્મને બદલે બૌદ્ધ કે જૈન ધર્મ ભારતના પ્રચલિત ધર્મ તરીકે આવ્યા હોય તે પુરાવો નથી૩ એ ગમે તેમ હોય, પણ આ બન્ને ધર્મોએ ભારતના ઇતિહાસના પૃષ્ટમાં અવિચલિત છાપ મૂકી છે અને ભારતીય વિચાર, જીવન, સંસ્કૃતિ આદિમાં અનુપમ ફાળો
1. C. Shah, J. G., xxii, p. 105. 2. 1. A., ix, pp. 169 ft. 3. Smith, Oxford History of India, p. 55,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org