Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૨૦૨
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
બ્રાહ્મણે અમુક ગુન્હો કર્યો હોય તે તેને ડામ દેવામાં આવતો-શુનક (કૂતરા) કે કુથિની પ્રતિકૃતિ તેને કપાળે છાપવામાં આવતી. આ કૌટિલ્યના પૃ. ૨૨૦ સાથે બંધબેસતું છે કે જે લખે છે કે ચાર ચિન્હો વાપરવાં ચેરી માટે કૂતરાનું, જીવવધ માટે ભગનું, મનુષ્યવધ માટે (કબંધ) માથા વિનાના ધડનું અને દારૂ પીનાર માટે મધ્વજ ચિન્હ વાપરવું. પણ આવો નિયમ મનુ અને પછીના કાયદા ગ્રંથે માં નથી અને તેમાં બ્રાહ્મણોને શારીરિક શિક્ષાથી પર ગણ્યા છે. આ રિવાજ કૌટિલ્ય પછી તરત બંધ થયે હોવો જોઈએ અને જૈન ગ્રંથમાં આ વિષે ઉલ્લેખ હેવાથી અનુમાન એ નીકળે છે કે આ જૈન મૂળ ગ્રંથ બીજા ધર્મશાસ્ત્રો કરતાં પહેલાંના અને કૌટિલ્યની નજીકના કાળના હોવા જોઈએ.'
આ બધા પછી એક વાત ચોક્કસ છે કે તાંબરના હાલના સિદ્ધાંતગ્રંથે પાછળના નથી, અને તે બધા કેટલીક જગ્યાએ વધારા ઘટાડા સહિત હોવા છતાં મૂળગ્રંથે પરથી લખાયેલા છે. આ મૂળ ગ્રંથેની તારીખને સવાલ રસપ્રદ પરંતુ ગુંચભર્યો છે. તેમ છતાંય આ ગ્રંથને આધાર મુખ્યત્વે પાટલીપુત્રની સભાપર નિર્ભર છે એમ કહેવામાં કાંઈ ખોટું નથી. જો કે કેટલાક વ્યક્તિગત દાખલાઓમાં તે તેથી પણ પહેલાને સમય છે. આપણે હવે ટૂંકમાં સિદ્ધાંતના વિષય પર ઉપલક દૃષ્ટિ કરી એ દરેકના આવશ્યક મુદ્દાઓ ચર્ચા તેને સારાંશ નેંધીએ.
ક્રમાનુસાર પ્રથમ સ્થાન ચૌદ પૂર્વોનું છે. તે સિદ્ધાંતને પ્રાચીનતમ વિભાગ છે અને વેતાંબરે પણ તેને દૃષ્ટિવાદ નામના બારમા અંગની સાથે વિચ્છેદ ગયેલું માને છે. જ્યારે આ જૂનાં ગ્રંથ અંગ સાહિત્યથી રવતંત્ર રીતે જુદાં ન ટકી શક્યા ત્યારે તેને સમાવેશ દષ્ટિવાદમાં કરવામાં આવ્યો હતો. આગળ જોઈ ગયા તેમ પૂર્વેને ઉપદેશ મહાવીરે કર્યો હતો જ્યારે તેમના શિષ્ય ગણધરેએ અંગેની રચના કરી હતી. ડો. શાન્ટિયર કહે છે કે “આ દંતકથા તીર્થકર ઋષભની કર્તા તરીકે અવગણના કરે છે અને સિદ્ધાંતના મૂળ ગ્રંને મહાવીર સાથે સાચી રીતે જોડે છે. સિદ્ધાંતને મુખ્ય ભાગ મહાવીર અને તેમના નિકટવર્તી વાર દ્વારા ઉત્પન્ન થયે એ વાત વિશ્વસનીય લાગે છે.”
પૂર્વે પછી બીજું સ્થાન અંગેનું છે. તેના દરેક વિભાગની લાક્ષણિકતા એ છે કે તે દરેક એક બીજા સાથે છેવત્તે અંશે સંબંધ ધરાવે છે. બાર અંગમાંનું પહેલું આયરંગ કે આચારાંગ લેતાં જણાય છે કે તે ગદ્ય તથા પદ્યમાં અસ્તિત્વ ધરાવતે પ્રાચીનતમ સિદ્ધાંત ગ્રંથ છે, કે જેમાં જેનસાધુના આચારનું વર્ણન છે. તેના બે વિભાગ યા શ્રુતસ્કંધ છે, જે વિષયની
1. Charpentier, op. cit., Int., p. 31.
2.“ ... I do not consider that the principal sacred scriptures represent even in their present shape the actual canon fixed at the council of Pataliputra."-Ibid. Cf. Jacobi, op. cit., Int., pp. ix, xliii.
3. Charpentier, op. cit., Int., pp. 11-12.
4. C. Winternitz, op. cit., p. 296; Belvalkar, op. cit., p. 108; Weber, op. cit., p. 342. "I am of opinion that the first book of the Acāranga-Sutra and Satraky tanga-Sutra may be reckoned among the most ancient parts of the Siddhanta." --Jacobi, op. cit., Int., p. xli.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org