Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૨૧૬
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
દાખલ કરનાર આ આચાર્ય સૌથી પહેલા જ છે. તેથી જ તે જૈન અને જેનેાના બધા સંપ્રદાયા તેને માને છે. તે કેટલી પ્રમાણભૂત પૂરાવા તેના પ્રતિ જૈન ટીકાકારોએ આપેલા લક્ષ્યપરથી સ્પષ્ટ આછી તેના પરની એકત્રીસ ટીકાએ આજે હસ્તીમાં છે. આ સૂત્રેામાં કોઇપણ જૈન સિદ્ધાંત કે માન્યતા સીધી કે આડકતરી રીતે દર્શાવ્યા વિના રહી જવા પામી નથી. સાચે જ તત્વાર્થ-સૂત્ર એ જૈન તત્ત્વજ્ઞાનના પવિત્ર ખજાના છે.૧
બાઈબલ રૂપ મનાય છે અને ઉત્તમ કૃતિ છે તેના સમજાય છે. ઓછામાં
મહાન ઉમારવાતિ-વાચક સંબંધમાં આટલી પ્રાસ્તાવિક નોંધ કરી આપણે વિક્રમાદિત્યના સમય પ્રતિ નજર કરીશું કે જે દરમિયાન જૈન સાહિત્યના ઇતિહાસમાં સિદ્ધસેન દિવાકર અને પાદલિપ્તાચાર્ય જેવા ઝળકતા સિતારાએ પ્રકાશ્યા હતા. સિદ્ધસેન અને વિક્રમના ધર્મપરિવર્તન સંબંધની પ્રાચીન અને દૃઢ જૈન દંતકથાની સત્યતા બાબત આપણે વિચાર કરી ગયા છીએ તેથી દિવાકરના સમય ખાખતની વધુ વિગતમાં ઉતરવાની આવશ્યકતા નથી, તેમ છતાં સિદ્ધસેનની દંતકથા અનુસાર તારીખ સાબીત કરવા માટે બે પ્રમાણેા વિચારી શકાય. એક તા વાચક-શ્રમણની માફક સિદ્ધસેન પણ દિગંબર અને શ્વેતાંબર બન્ને સંપ્રદાયને માન્ય છે અને બીજું એ બન્નેને નિર્દેશ કરતા ઉલ્લેખે અન્ને સંપ્રદાયમાં પ્રાચીન છે.૩
મહાન સિદ્ધસેન રચિત મળી આવતા સાહિત્યમાં જૈન ન્યાય, તથા તત્ત્વજ્ઞાનના ખત્રીશ સ્વતંત્ર ગ્રંથે તેમના લખેલા કહેવાય છે. તેમની રચેલી કૃતિઓની સંખ્યાના મામુલી સવાલ દૂર કરીને પણ કહી શકાય કે તે પ્રકરણ શબ્દના ભાવવાહી અર્થ અનુસાર પ્રકરણ રચનાર પ્રથમ શ્વેતાંબર ગ્રંથકાર છે. “પ્રકર્ણ એ પદ્ધતિસર ચર્ચા છે કે જેમાં દરેક વિષય વૈજ્ઞાનિક રીતે ચર્ચા હાય છે, તેમાં સૈદ્ધાંતિક ગ્રંથાની માફ્ક ગમે તેમ છૂટાછવાયા કે દંતકથારૂપે વિષય ચર્ચી શકાતા નથી; તેની ભાષા પ્રાકૃત પણ હેઈ શકે, પરંતુ સામાન્ય વિષય તરીકે તે સંસ્કૃત રહી છે.” સિદ્ધસેન અને બીજા મહાન વિદ્વાન આચાર્યાના ઈ. સ. પૂર્વ અને પછીના થોડા સૈકાના, શ્વેતાંબરેશને હિંદી માનસિક સંસ્કૃતિના વિકાસને માર્ગે દોરવાના આવા શુભ પ્રયત્નોને અંત હેમચંદ્રાચાર્યના સમયમાં આન્યા કે જેમણે સાંપ્રદાયિક પ્રમાણભૂત ગ્રંથો ઉપરાંત મુખ્ય હિંદી વૈજ્ઞાનિક શાખાઓ પર સુંદર આધારભૂત ગ્રંથો પૂરા પાડ્યા છે.
સિદ્ધસેનની ખ્યાતિ સમ્મતિતર્ક અને ન્યાયાવતારને આભારી છે. તેમાં પ્રથમ ન્યાયના પદ્યાત્મક ગ્રંથ છે. જેમાં પ્રમાણુ (સમ્યજ્ઞાનનાં સાધન ) અને નય ( જુદા ! સજોગ અનુસાર વસ્તુના વિચાર કરવાનાં સાધન ) ના સિદ્ધાંતાની ચર્ચા છે જ્યારે બીજો
ખુદા
1. Jaini, op, cit., Int., p. viii.
2. Rice (E P.), Kanarese Literature, p. 41.
3. Hiralal ( Rai Bahadur ), op. cit., Int., p. xiii.
4. Jacobi, Samarāicca Kalhā, Int., p. xii.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org/