Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London

View full book text
Previous | Next

Page 283
________________ ૨૨૨ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ રહે છે કે આ હદ અથવા તે શિસ્ત શક્તિ વધારનાર સાધન છે કે બોધક હેતુનું ગુલામ બનાવનાર સાધન છે, તેમ છતાં પણ જે કે ધાર્મિક કથા, ચિન્હ કે ઈતિહાસ કળાકારને કાર્ય કરવા દેરે છે તે પણ તેઓ એકલા એને હાથ દેરવા પૂરતા નથી. જે સમયે તે કામ શરૂ કરશે તે જ ક્ષણે તેના હાથમાં રમતી કળા પોતાનું કામ શરૂ કરશે અને તે ત્રણેમાંથી ભાવવાહી પ્રેરણું મેળવશે. આ જ કારણથી “પોતાના ચિત્રકામના સર્વ આદર્શો સહિત સુધારક ઈટલીની ધર્મધ વૃત્તિ પણ પિતાના કલાકારોને ઉપદેશ કરતાં સારા ચિત્રકારો થતાં ન રેકી શકી અને તે ઉપદેશક કરતાં શણગારકાર તરીકે પિતાની જાતને વફાદાર રહ્યા. તેથી જ સિરેલી પિતાના પવિત્ર નુસકાઓને જીવંત પદાર્થો પરથી રાતી કળાવિષયક પિતાની શેનાં સાધન તરીકે વાપર્યા વિના ન રહી શકે અને ફે બાર્થેલેમ્યુના અનુયાયીઓએ દિલગીરી પૂર્વક મંદિરની ભીંતપરથી તેની સર્વોત્કૃષ્ટ અને અતીવ આકર્ષક સાધુ સેબાસ્ટીઅનની પ્રતિકૃતિ દૂર કરી સામાન્ય હિંદી કળાસંબંધી આ પ્રાસ્તાવિક નેંધ કરીને હવે આપણે જેનેનાં ખાસ અવશેષો પ્રતિ નજર કરીએ. આમાં ઓરિસાની ગુફાઓ આપણું પહેલું ધ્યાન ખેંચે છે, કે જે હિંદની ગુફાઓમાં અતિરસપ્રદ અને તે સાથે જ વિલક્ષણ છે. તે ઘણું ખરી જૈન ગુફાઓ છે તે તો શંકાવિનાની વાત છે. આપણું “કલિંગ દેશમાં જૈનધર્મ” એ પ્રકરણમાં આ ગુફાઓમાં મળી આવતી તીર્થકરોની પ્રતિમાઓ તથા તેમાં પાશ્વની અનેક મૂર્તિઓ કે તેના સર્પ ફણાના લાંછનની અનેક આકૃતિઓને લઈને તેમને અપાયેલ મુખ્ય સ્થાન આદિને નિર્દેશ કર્યો છે. ગુફાઓ તપાસતાં, તે બુદ્ધની હોવાનાં કાંઈ પણ અવશે જડતાં નથી; દાગાબા, બુદ્ધ કે બોધિસત્વ કે બુદ્ધ દંતકથાની સાથે સંબંધ રાખતે કઈ પણ દેખાવ તેમાં નથી. ખુલ્લા કે અણીદાર ત્રિશુલો, સ્તૂપ, સ્વસ્તિક, બંધ કઠેરા, વૃક્ષ, ચ, શ્રીદવી આદિ તેમાં દેખાય છે ખરાં પણ તે બધાં બીજા ધર્મોની માફક જૈનધર્મમાં સામાન્ય છે. આ ઉપરાંત વિખ્યાત વિદ્વાને, પુરાતત્વવિદો અને શિલ્પવિશારદો જેવા કે માલી, મનમોહન ચક્રવર્તી, બ્લેચ, ફરગ્યુસન, મિથ, કુમારસ્વામી અને અન્ય પુરુષોએ તેને સ્વીકાર કર્યો છે. 1. Solomon, The Charm of Indian Art, pp. 86-87. 2. Cf. Chakravarti ( Mon Mohan ), op. cit., p. 5; Fergusson, op. cit., p. 11. 3. O'Malley, B.D.G.P, p. 266. 4. "After having examined the caves carefully during my visits I have come to the con clusion that all the caves, so far as the present data are available, should be ascribed to the Jainas and not to the Buddhists."--Chakravarti (Mon Mohan ), op. and loc. cit. 5. "That the caves contain nothing Buddhistic, but apparently all belong to the Jainas, is a fact which is now, I think, generally ... accepted by all competent scholars."-Cf. ibid., p. 20. 6. "Till comparatively recently, however, they were mistaken for Buddhist, but this they clearly never were."-Fergusson, op. cit., i., p. 177. 1. Cf. Smith, o. it, p. 84. 8. CS.Coomaraswamy, History of Indian and Indonesian Art, p. 37, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342