Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૨૩૨
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
મહાવીરના ગર્ભહરણની પ્રખ્યાત દંતકથાવાળા આ ટુકડા ઉપરાંત કનિંગહામે લીગ્રાફ કરેલી ચાર ભાંગીતૂટી પ્રતિકૃતિઓ છે. આમાંની બે પ્રતિકૃતિઓ બેઠેલી સ્ત્રીઓની છે. એ દરેકના ખોળામાંની થાળીમાં એક એક નાનું બાળક છે. ડાબો હાથ થાળીને પકડી રાખે છે જ્યારે જમણો હાથ ખભા સુધી ઉંચે કરે છે. બન્ને સ્ત્રીઓ નગ્ન જેવી દેખાય છે. બીજી બે પ્રતિકૃતિ નૈગમેવની છે અને સાચી રીતે ડો. બુહલરના મતે બકરાના માથાવાળી છે અને તે બીજા શિલ્પમાંની આકૃતિ જેવી જ છે. આ પથ્થરને કનિંગહામની ચાર આકૃતિઓ સાથે સરખાવતાં આ પર્વાત્ય સાહિત્યને પ્રખ્યાત અભ્યાસી જણાવે છે કે “બાળકની પરિસ્થિતિ અને તેને ધારણ કરતી સ્ત્રીનું વલણ તદ્દન સામ્ય છે એ તદ્દન દેખીતું છે. આ વસ્તુને નૈમેષ યા નેમેસેની ચોક્કસ આકૃતિ સાથે વિચાર કરતાં તે આપણને નિશિક રીતે એવા અનુમાન પર દોરે છે કે બન્ને બાબતેની દંતકથા એક જ હેવી જોઈએ.”
ખરેખર ઓરિસા અને ગુજરાતના જાનાગઢ અથવા ગિરનાર પરનાં ગુફામંદિર અને ગુફા, તેમાંના સમૃદ્ધ અને સૂકમ કતરણીવાળાં અલંકૃત કેવાળ, મથુરાનાં અવશેમાંનાં સુંદર રીતે શણગારેલ તોરણે અને આયાગપટ એ બધાં માત્ર અવશે નહિ પરંતુ કળાલક્ષ્મીનાં જીવંત દક્ષે છે. તેમાં સંદર્ય, આદર્શ અને અધ્યાત્મનું ઉમદા મિશ્રણ–એવું હિંદી કળાનું ત્રિક જણાય છે. આ જેવાં કરતાં અનુભવી સારી રીતે શકાય છે, કારણ કે એક બીજા વચ્ચે તફાવત ગમે તેટલા વિસ્તૃત એવા કળાવિજ્ઞાનના ક્ષેત્રમાં નહિ જણાય પરંતુ પસંદગીના અજ્ઞાત પ્રદેશમાં જણાઈ આવે છે.
1. Biihler, op. cit., Plate II, a. 2. Cunningham, A.S.I., xx., Plate IV. 3. Bihler, op. cit., p. 318.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org