Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
રર૬
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
મુજબની છે. આમ ઐતિહાસિક રીતે પણ ચાવીસ તીર્થંકરો અને તેમનાં લાંછના ઈ. સ. ની શરૂઆત અને તે પહેલાં પણ જેનાથી સ્વીકારાયેલાં હતાં.
તીર્થંકરા સામાન્યતઃ ખુદ્ધની માફક પલાંઠી વાળેલા આકારમાં અને શાંત, ધ્યાનમગ્ન અવસ્થામાં બેઠેલા દેખાય છે. એરીસા અને મથુરાના શિલ્પમાંનાં નૃત્ય કરતાં દશ્યો પ્રગતિ માર્ગે છે ત્યારે ચેાગીના જેવી બેઠેલી જીનમુદ્રા એ કાયમની દશા છે અને તેટલી જ સચાટ નિહિતાની મૂર્તિ છે અને તે પ્રગતિથી તદ્દન પર છે. એટલું યાદ રાખવાનું છે કે તે દેહદમનનું પ્રતીક નથી પણ તેતા હિંદી તત્ત્વજ્ઞાનીઓએ ધ્યાન માટે સ્વીકારેલી સૌથી સુગમ એવી અનાદિ કાળની મુદ્રા છે. આપણી માન્યતા પ્રમાણે તે વ્યક્તિગત લાક્ષણિકતા બતાવતી નથી તે પણ તે ભાવરહિત છે તેમ તેા કહી શકાય નહિ. આથી ઊલટું રાથેન્સ્ટાઈનના મતે, ધાર્મિક વિચારમાં મગ્ન એવી ધ્યાન યા સમાધિમગ્ન દશા તે કળાવિધાનના ઇતિહાસમાં સર્વોચ્ચ કલ્પના છે અને આ હિંદી કૌશલ્યની જગતને ભેટ છે. તે વિદ્વાન વળી કહે છે કે “ આ ધ્યાનસ્થ દશાની વિશિષ્ટ પ્રભા એટલી સંપૂર્ણ અને અનિવાર્ય વિકાસ પામેલી છે કે ૨૦૦૦ ઉપરાંત વર્ષાં જવા છતાં તે મનુષ્યે ઉભાં કરેલાં પ્રેરક અને સતાષપ્રશ્ન ચિન્હામાં અદ્વિતીય છે”ર
અનાદિ પ્રાચીનતાના ધામ સમાં મથુરાનાં જૈન અવશેષો પ્રતિ આવતાં એમ કહી શકાય કે કત્રાની દક્ષિણે અર્ધા માઇલ દૂર કંકાલી યા જૈન ટેકરી ( ટીલા) માંથી તે મળેલાં છે. હિંદી કળાના ઇતિહાસમાં આ વર્ગની અગત્યતા એ કારણે છે. એક તે પ્રાચીન અને મધ્યયુગની હિંદી કળાની સાંકળ તરીકે છે અને બીજું વાયન્ય સરહદ પરના ગાંધાર પ્રદેશમાંની ગાંધાર શાખા કે જેની સુંદરમાં સુંદર કૃતિઓ ત્યાં મળી આવે છે તેને તે મળતા આવે છે. સ્મિથ કહે છે કે “ ભૌગોલિક દૃષ્ટિએ વાયવ્યમાં ગંધાર, નૈઋત્યમાં અમરાવતી અને પૂર્વમાં સારનાથ એ સવની મધ્યમાં મથુરા છે. તેથી ત્યાંનું કળાવિધાન શુદ્ધ હિંદીકળા અને ગંધારની મ્લેચ્છકળા વચ્ચેની સાંકળ તરીકેની મિશ્રકળાના લક્ષણ દર્શાવે તેમાં આશ્ચર્ય નથી.” આ ગંધાર-મથુરા શાખા ઇ. સ. પૂર્વે પહેલા સૈકામાં ઉત્પન્ન થઈ હેાય તેમ લાગે છે અને ઇ. સ. ૫૦ તથા ઈ. સ. ૨૦૦ દરમિયાન તે કળા સંપૂર્ણતાએ પહોંચી જણાય છે. પ્રાચીન હિંદી કળાના ભાવ સાથે બંધબેસતા મ્લેચ્છ કળાના નમૂનાના સ્વીકારની સાથે આ શાખા ઉત્પન્ન થઈ જણાય છે.
ડૉ ખારનેટ જણાવે છે કે “ “ ગંધારશાખા’ એ શબ્દ કેટલાએ કળાકારેાની પરંપરાએ વિવિધ સાધના દ્વારા વિધવિધ કળાવિધાનની દૃષ્ટિએ નીપજાવેલાં સર્જનાના સમૂહ
1. Cf. Vogel, Catalogue of the Archaeological Muscum at Mathura, p. 41. For further details about the Tirthankara images at Mathura Museum see ibil, pp. 41.43, 66-82.
2. Rothenstein, Examples of Indian Sculpture, Int, p. 8.
3. Smith, History of Fine Art in India and Ceylon, p. 133. Cf. Vogel, ob. ct., p. 19.
4. “This culmination of the art of the school may be dated from about A.p. 50 to A.D. 150 or 200.". Smith, ob, cid., p. 99.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org