Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London

View full book text
Previous | Next

Page 295
________________ ૨૨૮ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ સુંદરતાની સ્વતંત્ર કૃતિ માત્ર નહેત; તેઓની કળા એ સ્થાપત્યનાં સ્મૃતિચિહ્નોના શણગારને આભારી હતી. તેમ છતાં પણ, મધરથાને શોભતી જિનની યોગમુદ્રા, બહુ શણગારેલ ત્રિશૂળ, અન્ય પવિત્ર ચિહ્નો, ઉત્તમ આભૂષણ, ઈરાનની આર્કિમિનિયન પદ્ધતિનાં વિસ્તૃત સ્થળે આદિ પરથી મથુરાના શિલાલેખાને મુખ્ય આદર્શ સાંપ્રદાયિક હતે એમ કેઈપણ કળાપ્રેમી સહેજે ન સ્વીકારે તે નવાઈ નહિ. આથી ઊલટું આયાગ પટેની બાબતમાં એક પગલું આગળ વધીને કહી શકાય કે કળાની આ કૃતિઓના સ્વાતંત્ર્યમાં તથા એની હાર્દિકતામાં શિપીઓનું આધિપત્ય જણાઈ આવે છે અને આમ પિતે પ્રત્સાહિત કળાવિ હોવાથી તેઓએ પોતાના સર્જનમાં ધાર્મિક વિષને ઉપગ એક સાધ્ય તરીકે નહિ પરંતુ કેવળ ધર્મ પ્રચારના બહાના હેઠળ કર્યો હશે. આમાંને નૃત્યકાર ફણુયશની પત્ની શિવયશાએ બેસાડેલ પહેલે અને અમેહિનીએ મહાક્ષત્રપ સંડાસના કર મા વર્ષે બેસેડેલ બીજે એ બે આયાગપટોનું અહીં વર્ણન કરીએ. રિમથના શબ્દોમાં પહેલે પટ જેન તૂપને સુંદર દેખાવ આપે છે જેની આસપાસ પરિક્રમણ માટેની પગથી છે અને પછી વાડ છે. સુંદર રીતે શણગારેલ તોરણવાળા દરવાજામાં થઈને ત્યાં પહોંચાય છે જ્યાં ચાર પગથીયાં ચઢવાનાં છે. દરવાજાના નીચલા ભારેટિયાથી એક ભારે માળા લટકે છે. કમરની આસપાસ સામાન્ય જવાહર સિવાય તદ્દન નગ્ન એવી એક નાચ કરતી છોકરી દરવાજાની દરેક બાજુની વાડપર અસભ્ય રીતે ઉભેલી છે. વિચિત્ર પાયાવાળા બે વિસ્તૃત થાંભલા પણ દેખાય છે અને ઉપરના પરિક્રમણની પગથીની આજૂબાજુની વાડને કેટલેક ભાગ નજરે પડે છે.” આ સુંદર રીતે કરેલ તરાણ પર એક ટૂંકી અપશુપત્રિકા છે અને રિમથના મતે તે શિલાલેખના અક્ષરે ઈ. સ. પૂર્વે લગભગ ૧૫૦ યા સુંગોના રાજ્યસમયના ભત તૂપના દરવાજા પરના ધનભૂતિના શિલાલેખના અક્ષરો કરતાં કાંઈક વધારે જૂના છે.” * ડા. બુહલરે પણ તેને “ના”ના સમૂહમાં ગયે છે, પરંતુ તે એમ નેંધ કરે છે કે તે કનિષ્ક પહેલાના સમયને છે. આ આયાગપટની કળાવિષયક ઉપગિતા બાબત લાગણીવશ બની દેરાવાની કોઈ જરૂર નથી. વ્યક્તિગત પસંદગી યા નાપસંદગી અથવા અમુક સિદ્ધાંત કરતાં વસ્તુની પરીક્ષા માટે સર્વમાન્ય ઘણું સાધન છે. વિન્સન્ટ સ્મિથના મતે આ બે સ્ત્રી આકૃતિને ભાવ અસભ્ય લાગે છે. આની માફક જ આજુબાજુની વાડની કેટલીક જગ્યાએ પણ સ્ત્રીઓની પ્રતિકૃતિઓ તેને અસભ્ય રીતે નગ્ન લાગે છે. આવી બાબતમાં 1. Chanda, A.S.I., 1922-1923, p. 166. 2. C[. Bihler, op. cil, No. V, p. 200. 3. Smith, The Jaina Slupa and other Antiquitics of Mathura, p. 19, Plate XII. 4. I did, Int., p. 3. 5. Bihler, oછે. cil., p. 196. 6. According to Coomaraswamy these female figures are not dancing girls, as Smith has observed. In his opinion " they are Yaksis, Devatās or Vyksakas, nymphs and dryads, and to be regarded as auspicious emblems of vegetative fertility, derived from popular beliefs."--Coomaraswamy, op. cil., p. 64. C. Vogel, A.S, 1909-1910, p. 77. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342