Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૨૨૪
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ આ પ્રાચીન જૈન અવશેષમાં આપણને જણાય છે કે હવે પછી આવનાર મથુરાના શિલ્પની માફક પુરુષ અને સ્ત્રીપાત્રોનાં વર અને કાપડની બાબતમાં ગ્રીક અને હિંદીતનું મિશ્રણ છે. ઈ. સ. પૂર્વે યવને ખૂબ આગળ વધ્યા હતા અને આ બાબતને વધુ ટેકો એમ મળે છે કે ગ્રીક રાજા ડિમેટ્રિયસને હિંદમાંથી પાછો હાંકી કાઢવામાં હાથિગુંફાના શિલાલેખવાળા ખારવેલનો ફાળો હતો. આ ઉપરાંત મથુરાની માફક આ દેખાવમાંનાં ચિત્રે કાંઈક વિશાળ કદમાં કરેલાં છે અને આમાં સ્ત્રીઓએ પણ જાડાં સાંકળાં પહેરેલાં દેખાય છે. ઓરિસા અને બીજાં જૈન અવશેની આ લાક્ષણિકતા નીચેની નોંધને ટેકે આપે છે કે “પૃથ્વી પરની પ્રજાઓનાં વસ્ત્રાભૂષણોને વિનિમય તે જ્યારથી મનુષ્ય પોતાની જાતને શણગારવાનું શરૂ કર્યું ત્યારથી શરૂ થયું હશે અને માનસશાસ્ત્રની દષ્ટિએ એ પણ સત્ય છે કે સ્વીકારાયેલા આવા રીતરિવાજમાં ગ્રહણ કરનારની ઉપયોગિતાની દષ્ટિએ ફેરફાર થયા હોય. આ અનુકરણ અને તેમાં થતા સુધારા અનંત છે. પછીના રીતરિવાજમાં તો તેના મૂળની સાથે સરખાવતાં ખૂબ અંતર પડી ગયેલું જણાય છે-કેટલીક વખત તે તે માલુમ પણ ન પડે.”૧
ગાંધારકાળ પહેલાંની જૈન અથવા હિંદી કળામાં પરદેશી તને સમાવેશ થયે જણાય છે એટલું જ નહિ પણ અમારે એ અભિપ્રાય છે કે આ જૈન પ્રાચીન શિલ્પકળામાં વિશિષ્ટ ચાતા રહેલી છે. સંપૂર્ણ સૌદર્ય તથા કળામાં પ્રવીણતા ઉપરાંત એ ચેતનની જીવંત ઉર્મિઓ અને અવિકારી આનંદ જગાવીને છેવટે અત્યંત વિચિમત કરી નાંખે તેવા દ્રશ્ય ખડાં કરે છે. આ પ્રતિછાયાઓ મનુષ્ય પ્રવૃત્તિનાં બીજાં દશ્યો ઉપરાંત શિકાર, લડાઈ નૃત્ય, પીણું અને પ્રેમ કરવાના દેખાવે રજુ કરે છે અને ફરગ્યુસનના મતે “ધર્મ યા કેઈપણ પ્રકારની પ્રાર્થના સિવાય બધું આમાં આવી જાય છે. તંદુરસ્ત પ્રજાની આ ઉમે એ ઉત્તમ બુદ્ધ અને જૈન કળાનું લક્ષણ છે અને એમાં થોડે ઘણે સંકેચ ગાંધાર શાખાને લીધે થયો હતો કે જેનો પ્રવેશ હવે પછી થાય છે.
ઓરિસાના જૈન અવશેષો પર વિશેષ ચર્ચા કરવી તે અસ્થાને છે. તેમ છતાં પણ મથુરાનાં અવશે પ્રતિ વળતા પહેલાં કળાના વિષયમાં જૈન ફાળાની બે લાક્ષણિકતા વિષે અહીં વિચાર કરે આવશ્યક થઈ પડશે. એક તે સ્તૂપના આકારમાં અવશેની પૂજા અને બીજું જૈન મૂર્તિપૂજા વિધાન. આગળ દર્શાવ્યા પ્રમાણે, હાથીગુંફાના શિલાલેખની ચૌદમી પંક્તિ પરથી આપણે જાણીએ છીએ કે મથુરાના શિલ્પ-યુગ પહેલાં પણ બૌદ્ધોની માફક જેમાં પણ તેમના ગુરુઓના અવશેષો પર સ્તૂપ યા સ્મૃતિચિન્હ ઊભાં કરવાની પદ્ધતિ પ્રચલિત હતી. “પ્રાચીન સૂપ જે કે ધાર્મિક સંપ્રદાયનાં ચિન્હો ન હતાં પણ તે અગ્નિદાહને બદલે ભૂમિદાહની પ્રથા સાથે ઉભેલાં મૃતદેહોનાં અવશેષનાં સ્મૃતિચિન્હ હતાં.” એમ પણ બનવાજોગ છે કે આ પ્રમાણેની પૂજાપદ્ધતિ બોની 1. Andrews, Influences of Indian Art, Int., p. 11. 2. Fergusson, op. cit., p. 15. 3. Havell, Ancient and Mediaeval Architecture of India, p. 46.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org