Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૨૧૪
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ
આ પ્રખ્યાત ભદ્રબાહુને ભષાહવી-સંહિતા નામની સંહિતા કે ખગેાળ વિદ્યાના ગ્રંથ છે તેના તથા પાશ્વનાથની સ્તુતી નામે ઉવસગ્ગહરસ્તોત્રના કર્તા ગણવામાં આવે છે. તેમ છતાં પણ સંહિતાના ભદ્રાડુ અને ઉપર જણાવેલ નિર્યુક્તિઓના ભદ્રબાહુ એ એ એક જ વ્યક્તિ છે કે કેમ તેની શંકા છે. આ સંહિતા પણ બીજી સંહિતાઓના જેવી જ છે; પરંતુ વરામિહિરે ભામાહવી સંહિતાના નિર્દેશ કર્યાં નથી જોકે તેણે જે અનેક કર્તાઓને આધાર લીધેલા છે તેમાં બીજા જૈન ખગેાળવેત્તા સિદ્ધસેનના ઉલ્લેખ કરેલા છે અને તેથી તે વરાહમિહિરની પછીની હાવી જોઇએ. યાકોબીના મતે “ગમે તેમ પણ ૫-સૂત્રના રચિયતા ભદ્રબાહુ આના કર્તા ન હોઈ શકે કારણ કે તેને રચના કાળ બાજુએ મૂકીએ તે પણ તેની વાચનાની તારીખ (વી. સં. ૯૮૦=ઈ. સ. ૪૫૪ યા ૫૧૪ )જે તેમાં આપેલી છે તે વરાહમિહિર કરતાં પહેલાંની છે યા છેવટે સમસમયી છે,’૨
ઉવસગ્ગહરાત્ર સંબંધમાં ભદ્રબાહુને તેના રચિયતા ગણવાની દંતકથા નીચેના શ્લેાકપરથી બંધાયેલી છે.
उवसग्गहरं थुत्तं काऊणं जेण संघकल्लाणं । करुणापरेण विहिअं स भद्दबाहू गुरू जयउ ॥
“ સંઘના કલ્યાણના હેતુથી દયાર્દ્ર એવા ગુરુ ભદ્રબાહુએ ઉવસગ્ગહરસ્તોત્રની રચના કરી તેમના ય હા.”
આ સ્તોત્રના વિષય તીર્થંકર પાર્શ્વનાથની ભક્તિદર્શક સ્તુતિ છે. સ્વાત્રના છેલ્લા શ્લોક ઉપરથી આ સ્પષ્ટ જણાય છે જે નીચે પ્રમાણે છેઃ “ હે મહાયશ ! ભક્તિના સમૂહથી પૂર્ણ ભરેલા અંતઃકરણથી આ સ્તવના કરી તે કારણથી હે દેવ ! પાર્શ્વ જીન ચંદ્ર ! મને ) જન્મોજન્મને વિષે આધિબીજ આપો.”” ભદ્રબાહુને આના કર્તા તરીકે સ્વીકારતાં યાકોબી જણાવે છે કે જો તેમ હાય તો જૈન સ્તુતિએના નવા વિસ્તૃત સાહિત્યમાં તે એક પ્રાચીન નમૂના છે.પ
ભદ્રબાહુના સિવાયના પણ બીજા કેટલાક સ્વતંત્ર ગ્રંથા છે પરંતુ આપણે તે માત્ર તેમાંના ખાસ અગત્યના હોય તેના નિર્દેશ કરી અટકીશું. તેમાંના આપણું ધ્યાન ખેંચે તેવા ગ્રંથ ધર્મદાસગણિની ઉપદેશમાળા છે જે મહાવીરના સમસમયી તરીકે જૈનેામાં જાણીતા છે. ગ્રંથ ગૃહસ્થ તથા સાધુએ માટે નીતીના નિયમેાના સંગ્રહ ધરાવે છે અને તેની વિખ્યાતિ તેના પરની ઘણી ટીકાઓને કારણે છે કે જેમાંની એ ઇ. સ. નવમા સૈકાની છે.
આ મૂળ
1. Kern, Brat Sanita, Pre., p. 29.
2. Jacobi, oh. ct., Int., p. 14. For the tradition of the Digambaras about Bhadrabahu II and the legendary story of the Svetambaras about Bhadrabahu and Varahamihira see ibid., pp. 13, 30. Vidyabhusana, Medieval School of Indian Logic, pp. 5-6.
3. Kalpa-Sitra, Subodhika-Tika, p. 162.
4. Cf. Jacobi, op. cit, Int, p. 13.
5. Cf. ibid., p. 12.
6. Cf. Dharmadasagani, Upleaālā ( Jaina Dharma Prasaraka Sabha ), p. 2.
7. Cf. Winternitz, of ci., p. 343; Macdonell, India's past, p. 74; Stevenson ( Mrs), p. cit,, p. 82.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org