Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London

View full book text
Previous | Next

Page 278
________________ પ્રકરણ ૮ ઉત્તરીય જૈનકળા આ પ્રકરણમાં આપણે સામાન્યતઃ ઉત્તર હિંદની કળાના ઇતિહાસમાં શિલાલેખ, સ્થાપત્ય તથા ચિત્રકળા આદિમાં જૈનેના ફાળાના વિચાર કરીશું, ડૉ. ગેરિનેટ કહે છે કે જેનાનાં ઘણાં નામાંકિત સ્મારકોને હિંદીકળા આભારી છે. ખાસ કરીને શિલ્પશાસ્ત્રના ક્ષેત્રમાં તેઓ એટલા સંપૂર્ણતાની પરાકાષ્ઠાએ પહોંચ્યા છે કે તેના કેઈ પ્રતિસ્પર્ધી નથી.”૧ નિઃશંકરીતે જૈનધર્મ શિલ્પકળામાં તેના સત્ય સ્વરૂપમાં પ્રત્યક્ષ થાય છે. હિંદના અન્ય સંપ્રદાયા કરતાં મેાક્ષાર્થે મંદિર બંધાવવાની માન્યતાના પરિણામે જૈન સંપ્રદાયનાં સ્થાપત્યકળાના નમૂનાઓ તેમની વસ્તીના પ્રમાણમાં વધારે છે. પ્રથમ તે તેમાં ખાસ કરીને તાદૃશતા છે. તેઓ પોતાનાં સ્મારક ઝાડીવાળી અને ખુલ્લી ટેકરીઓ પર તથા શણગાર માટે ખૂબ જ અનુકૂળતા હાય તેવાં જંગલામાં બંધાવવાનું વિશેષ પસંદ કરે છે. સમુદ્રની સપાટીથી ૩,૦૦૦ થી ૪,૦૦૦ ફૂટ ઉંચા આવેલા શત્રુંજય અને ગરનાર પર્વતોના શિખર ઉપર મંદિશનાં ભન્ય નગરો શેાભી રહ્યાં છે. મંદિરોના સમૂહની ‘મંદિરોના નગર’ રૂપી જમાવટની લાક્ષણિકતાને હિંદના અન્ય ધર્મના અનુયાયીઓ કરતાં જૈનોએ વિશેષ અમલ કર્યાં છે.૨ “શત્રુંજયના શિખરપર ખાસ કરીને પ્રત્યેક બાજુએ સુવર્ણમય અને રંગબેરંગી નકશીદાર મંદિર ખુલ્લાં અને સૂક ઊભાં છે; તેમાં જળહળતા પ્રદીપા વચ્ચે ભવ્ય અને શાંત તીર્થંકરોની મૂર્તિ છે. આ પ્રશાંત મુદ્રાઓના સમૂહ, નાશ અને વિસ્મૃતિની ઉપેક્ષા ધરાવતી આકર્ષક મૂકતા અને નિર્જનતા, ભૂલભૂલામણીવાળી મંદિરોની હારાવલી તેમજ ગગનચુમ્મિ કિલ્લામાંના દેવદેવીએ એવું સૂચન કરતા જણાય છે કે આ બધાં સ્મારક માનવી પ્રયત્નથી નહિ પરંતુ કોઈ દૈવી પ્રેરણાથી બંધાવાયાં છે.” બાંધકામની વિવિધતા છતાંય શત્રુંજય અને ગિરનારના સમૂહે જુનાગઢની પૂર્વમાં આવેલ ખાવા પ્યારાના નામથી એળખાતા આધુનિક મઠ અને કેટલીક જૈન ગુફાઓ સિવાય કોઇપણ ઐતિહાસિક નોંધ કે સ્મારક ધરાવતા નથી કે જેનું સુગમતાથી સંશાધન થઈ શકે. એવી કાઇપણ નોંધ રહી હોત તે પણ “ મુસ્લિમ રાજ્યકાળના ચાર સૈકાએ પ્રાચીન ઘણા ખરા અવશેષોના નાશ કરી નાખ્યા છે.”પ ke 1. Guérinot, La Religion Djaina, p. 279. 2. Fergusson, History of Indian and Eastern Architćcture, ii, p. 24. Cf. Smith, A History of Fine Art in India and Ceylon, p. 11, 3. Elliot, Hinduism and Buddhism, i., p. 121. 4. Cj. Burgess, A.S.W.I., 1974–1875, pp. 140-141, Plate XIX, etc. “There is no trace of distinctively Buddhist symbolism here, and, like the others, they were probably of Jaina origin," —Fergusson, ob. cit., p. 31 5. Ibid. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342