Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
૨૨૦
ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ સર્જનની શેભા અને કળાના હાર્દિક આવિષ્કારની દૃષ્ટિએ જૈનકળાની સુંદરતા દર્શાવતાં અદ્વિતીય સમારકમાં ચિતોડના કીર્તિસ્તંભ અને વિજયસ્તંભ તેમ જ આબુનાં મંદિરે ગણી શકાય. તીર્થયાત્રાનું ધામ આબુ શિલ્પની સૂમ નાજુકતા તથા કળાવિધાનની વશિષ્ટતાની દૃષ્ટિએ ઘેર્યું અને ખૂબ જ શ્રમ ખરચનાર આ પ્રદેશમાં પણ અપ્રતિમ છે. તે જ પ્રમાણે બંગાળમાં આવેલ સમેતશિખર યા પાર્શ્વનાથતીર્થ, રાજપૂતાનામાં સાદરી નજીક આવેલું રાણકપુરનું ભવ્ય મંદિર, પટણા જીલ્લાના પાવાપુરીનાં જલમંદિર અને થળમંદિરનાં પવિત્ર દહેરાં? આદિનાં નામ આપી શકીએ; પણ જેનોના કળાપ્રતિના પ્રેમનું દર્શન કરાવતા સ્થાપત્યના આ નમૂનાઓ “જૈન શિલ્પકળાના પહેલા અથવા મહાન યુગના છે, જે યુગ ઈ. સ. ૧૩૦૦ કે તે પછી શેડો વખત ચાલ્યો હોય.” ૨ અથવા તે “તે જૈન કળાના મધ્ય યુગના હોવા જોઈએ, જે મેવાડ વંશના મહાન શક્તિ સંપન્ન રાજા કુંભા કે જેની પ્રિય રાજધાની ચિતોડ હતી તેના અમલ દરમિયાન પંદરમા સૈકામાં પુનર્જન્મ પામ્યું હતું. જેનોના આ સર્વાગ સુંદર સ્મારકની સાથે સંબંધ ધરાવતી સ્થાપત્ય, પ્રાચીનતા અને દંતકથાઓને લગતી હકીકત મેળવવી રસપ્રદ અને જ્ઞાનવર્ધક તે નીવડે પરંતુ તે આપણા વિષયબહારની વસ્તુ છે.
સ્થાપત્યકળાની જેમ જૈનોની ચિત્રકળાનાં અવશેષોમાં એવું ભાગ્યે જ છે જે આપણે વિષયની મર્યાદામાં આવી શકે. હિંદી કળાનાં આ અવશે જે જૈન ધર્મની ગંભીર અસર તળે ખીલી ઉઠ્યાં છે તેને સમાવેશ નિઃશંકપણે સચિત્ર હસ્તલિખિત પ્રતે, જૈન દંતકથાઓ તથા અધ્યાત્મશા અને આ ઉપરાંત સાધુઓને ચાતુર્માસ માટે નિમંત્રણ કરવા આચાર્ય ઉપર મોકલવામાં આવતાં વિજ્ઞાતિ–પત્ર તથા સંવત્સરી અર્થાત જેના પર્યુષણ પર્વના ઉપવાસના છેલ્લા અને આઠમા દિવસ જૈન ગૃહસ્થ અને સાધુઓ તરફથી આજુબાજુમાં રહેતા મહાન આચાર્ય પર મેકલાતાં ક્ષમાપના-પત્રોમાં થઈ જાય છે; પણ જૈન ચિત્રકળાની આ વિશિષ્ટ દંતકથાઓ ઇ. સ. બારમા સૈકાથી શરૂ થતી મધ્યકાલીન ગુજરાતની જૈન ચિત્રકળામાં સમાઈ જાય છે.*
આપણા ક્ષેત્રના સમયના જૈન શિલ્પ અને કેતરકળાનાં અવશેષપર આવતાં આપણે જોઈએ છીએ કે આપણાં સાધને ઓરિસાની ઉદયગિરિ અને ખંડગિરિની ગુફાઓ, જુનાગઢમાં ગિરનાર પર્વત, મથુરાના કંકાલી-ટીલા અને બીજી ટેકરીઓ આદિ સ્થાપત્યનાં અવશેષ છે. તેમ છતાં પણ આગળ વધતા પહેલાં સામાન્યતઃ હિંદી કળાની કેટલીક લાક્ષણિકતા વિષે પ્રાસ્તાવિક નોંધ કરીશું.
1. " Thalmandar ... , according to priests, is built on the spot where Mahāvira died, the Jalmandar being the place of his cremation."-B.O.D.G.P., p. 224. Cf. ibid., p. 72,
2. Fergusson, op. cit., p. 59. 3. Ibid., p. 60. 4. CJ. Mehta, Studies in Indian Painting, pp. 1-2; Percy Brown, Indian Painting, pp. 38, 51.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org