Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London
View full book text
________________
ઉત્તર હિંદનું જૈન સાહિત્ય
૨૧૩ સિદ્ધાંત, નીતિ અને સાધુના નિયમન સંબંધી વિદ્વત્તાભર્યા ગ્રંથ છે, તેમાં કાવ્યગ્રંથ પણ છે કે જેમાં કેટલાક જીનના પ્રભાવની સ્તુતિરૂપે છે જ્યારે બીજા જેનેના વર્ણનાત્મક સાહિત્યરૂપ છે. એટલું તો ચોકકસ છે કે ગ્રંથને છેવટનું રૂપ દેવર્ધિના સમયમાં અપાયું તે પહેલાં સિદ્ધાંત ગ્રંથ પર જૈન સાધુઓએ ટીકાઓ લખવી શરૂ કરી હતી, કારણ કે પ્રાચીન ટીકાઓ કે જે નિષુત્તિ યા નિયુકિતના નામે પ્રખ્યાત છે તે સૂત્ર સાથે મૂળ સંબંધ ધરાવે છે અને કેટલીકે તે સૂત્રની જગ્યા પણ લીધી છે. પિડનિર્યુક્તિ અને ઘનિર્યુક્તિ તે સિદ્ધાંતગ્રંથમાં સ્થાન પામી ચૂકી છે અને ઘનિર્યુકિત તે પૂર્વોમાંથી ઉદ્ધરેલી પણ કહેવાય છે.”
ડૉ. શાપેન્ટિયરના મતે જે કે નિર્યુક્તિ ની તો છે પણ તે જૈનોના ટીકા સાહિત્યના પ્રાથમિક ગ્રંથ તરીકે ચકકસ નથી. તે પ્રાચીનતમ નથી પરંતુ જૈનેના સૈદ્ધાંતિક સાહિત્ય પરના આજે મળતા ટીકાથામાં તે પ્રાચીન છે. આમ કહેવાનું કારણ એ છે કે “નિર્યુક્તિ મુખ્યત્વે અનુક્રમણિકાપે છે. તે વિસ્તૃત ટીકા કે જેમાં આ બધી વાર્તાઓ તથા દંતકથાઓ વિસ્તારથી આપેલી છે તેના સારરૂપે છે. પ્રાચીનતમ ટીકાકાર ભદ્રબાહુ લાગે છે જે આગળ દર્શાવ્યા મુજબ વર્ધમાનના નિર્વાણ પછી ૧૭૦ વર્ષે કાળધર્મ પામ્યા હતા. તેમણે સૈદ્ધાંતિક ગ્રંથમાંના આચારાંગ, સૂત્રકૃતાંગ, સૂર્યપ્રાપ્તિ, દશાશ્રુતસ્કંધ, કલ્પ, વ્યવહાર, આવશ્યક, દશવૈકાલિક, ઉત્તરાધ્યયન અને રષિભાષિત એ દશ પર નિયુક્તિ રચી કહેવાય છે. બનારસીદાસ જૈનના મત મુજબ ભદ્રબાહુની આવશ્યક પરની નિર્યુકિત ઋષભના પૂર્વનો પ્રાચીનતમ પૂરાવે છે, કેમ કે “અંગે તે મહાવીરના સમસમીઓના પૂર્વ અને ભાવી જેના અનેક નિર્દેશ કરતા છતાં પણ તીર્થકરોના પૂર્વભવને કાંઈ ખાસ નિર્દેશ કરતા નથી.”
આ બધા ટકા ગ્રંથે બહુ કીમતી એટલા માટે છે કે તેમણે આપણા માટે ઐતિહાસિક અને અર્ધ ઐતિહાસિક દંતકથાઓ અને લેકવાર્તાઓને મહાન સમૂહ સંઘરી રાખે છે. બુદ્ધસાધુઓની માફક જૈન સાધુઓએ પણ હિંદીઓની ધાર્મિક કથાઓ સાંભળવાની લુબ્ધતાને લાભ લઈ પોતાના અનુયાયી મેળવવા અને તેમને ટકાવી રાખવા સારુ મહર્ષિએની કથાઓ તથા દંતકથાઓને ઉપગ કર્યો છે. આમ “દંતકથાઓ અને વાર્તાઓને સમૂહ એકઠે થયે જેમાંની કેટલીક પ્રાચીન કાલની લોકકથાના સમૂહમાંથી અને કેટલીક જેનેની પિતાની દંતકથાઓમાંથી લીધેલી છે જ્યારે બાકીની કેટલીક કદાચ પાછળથી રચાયેલ હોય એમ લાગે છે જે પછીથી મૂળથેની કાયમની ટીકા તરીકે કાયમ રહી
ગઈ
1. C. Winternitz, op. cit., p. 317. 2. Charpentier, op. cit., Int., pp. 50-51. 3. Cf. Avašyaka-Sutra, vv. 84-86, p. 61 ; Jacobi, op. cit., Int., p. 12. 4. Jain, Jaina Jatakas, Int., p. iii. 5. Charpentier, op. cit., Int., p. 51.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org