Book Title: Uttar Hindusthan ma Jain Dharm
Author(s): Chimanlal J Shah, Fulchand Doshi, Chimanlal Dalsukhbhai Shah
Publisher: Longmans Green and Compny London

View full book text
Previous | Next

Page 263
________________ ઉત્તર હિંદુસ્તાનમાં જૈનધર્મ જેનેનાં આ વર્ણન ઘણાંખરાં ઉપમેય વાર્તાઓનાં છે. સામાન્યતઃ મુખ્ય વાર્તા કરતાં આ ઉપમાએ પર ખૂબ વજન દેવામાં આવે છે. પહેલા અંગમાં નીચે પ્રમાણે એક કથા છેઃ એક ગૃહસ્થને ચાર પુત્રવધૂએ હતી. તેમની પરીક્ષા માટે તેણે તે દરેકને ચેાખાના પાંચ દાણા પાછા માગતા સુધી સાચવવા આપ્યા. તે દરમિયાન પહેલીએ “ કોઠારમાં આવા દાણા ઘણા છે, માંગશે ત્યારે ખીજા આપીશ” એમ વિચારી તે દાણા ફેંકી દીધા, અને બીજી પણ તેજ વિચારથી દાણા ખાઈ ગઈ. ત્રીજીએ તે દાણા પાતાનાં આભૂષણાની ડબ્બીમાં સાચવી મૂક્યા, પરંતુ ચેાથીએ પાંચ વર્ષ સુધી દાણા પાછા માંગ્યા નહિ ત્યાંસુધી વાળ્યા કર્યાં અને તેને પાક એકઠો કરી સંઘરી રાખ્યા. જ્યારે તે ગૃહસ્થે દાણા પાછા માંગી તપાસ કરી ત્યારે તેણે પહેલીને છાણ વાસીદાનું, ખીજીને રસાઇનું, ત્રીજીને માલમિલકતની રક્ષાનું અને ચેાથીને સમગ્ર ઘરની વ્યવસ્થાનું કામ સોંપ્યું. આ વાર્તાના સાર એ છે કે આ ચાર પુત્રવધૂઓની સરખામણી સાધુએના પ્રકાર સાથે અને પાંચ દાણાની સરખામણી પંચમહાવ્રત સાથે છે. પહેલા વર્ગ પાંચ મહાવ્રત પાળવા જરાપણ ઉત્સુક હાતા નથી, ખીજે વર્ગ તેની ઉપેક્ષા કરે છે, ત્રીજો વર્ગ ત્રતા પાળવા પ્રામાણિક પ્રયત્ન કરે છે અને ચાથા વર્ગ તા પાળીને સંતેાષ પામે છે એટલું જ નહિ પરંતુ પેાતાના અનુયાયીઓ મેળવવા પ્રયત્ન કરે છે. ૨૦૬ સાતમું, આઠમું અને નવમું અંગ પણ વર્ણનાત્મક છે; તેમાંના પહેલા વાસગ દસાઓમાં દશ ધનાઢ્ય અને સુશીલ વેપારી શ્રાવકોની દંતકથાઓ છે કે જે ગૃહસ્થ હોવા છતાંય તપદ્વારા અદ્ભુત શક્તિએ મેળવે છે. આખરે તે આદર્શ જૈન સાધુની માર્કે મરણાંત અનશન કરી કાળ કરી દેવલોકમાં જાય છે. તેમાં પણ ધનાઢ્ય કુંભાર સદ્દાલપુત્ત - આજીવકના ભક્ત'ની વાત અતિ રસપ્રદ છે કે જેને આખરે મહાવીરે પોતાના સિદ્ધાંતનું સત્ય સમજાવી તેને સ્વીકાર કરાવ્યેા હતેા. તેજ પ્રમાણે આઠમું અને નવમું અંગ સંસાર તજી ઉત્કૃષ્ટ દૈવી સુખ–મેક્ષ મેળવનાર પવિત્ર પુરુષાની દંતકથાઓનું છે.જ અસ્તિત્વ ધરાવતાં અંગેામાંનાં છેલ્લાં પ્રશ્નવ્યાકરણાનિ અને વિપાકશ્રુતં એ બેમાંનું પહેલું દંતકથાનકાને બદલે સૈદ્ધાન્તિક છે જ્યારે બીજું તેથી ઊલટું છે. તેમાં દસ નૈતિક ધર્મની ચર્ચા છે જેના બે વિભાગ છે. પાંચ અધર્માં-હિંસા, અસત્ય, ચૌર્ય, મૈથુન અને પરિગ્રહ ત્યાજ્ય હાઈ નિષેધરૂપ છે; જ્યારે પાંચ ધર્માં-અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ ઉપાદેય હોઈ આજ્ઞારૂપ છે.૫ વિપાક-સૂત્રમાં પુણ્ય અને પાપ કાર્યાના કૂળની દંતકથાઓ છે કે જે ડૉ. વિન્ટરનિટઝના મતે, અવાનરાતક અને કર્મશતક નામની બૌદ્ધધર્મકથાઓના જેવી છે. 1. Cf. Jnatā, st. 63, pp. 115–120. 2. Cf. Hoernle, Uāsaga-Dasao, i., pp. 1-44, etc. 3. Cf. ibid., pp. 105-140. 4. Cf. Barnett, The Aniagaa-Dasão and Ayuttarayaiya-Dasão, pp. 15-16, 110, etc. 5. Cy. Weber, I.A., xx., p. 23. 6. Cf. Winternitz, oh. cit., p. 306, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org/

Loading...

Page Navigation
1 ... 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342